News Updates
GUJARAT

GROW FLAX SEED:અળસી  અઢળક ગુણ ધરાવતી ઘરે કૂંડામાં ઉગાડો

Spread the love

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. તેઓ કૂંડામાં અલગ અલગ પ્રકારના શાકભાજી, ફળ,ફુલ અથવા તો બીજ ઉગાડતા હોય છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કૂંડામાં અળસી કેવી રીતે ઉગાડી શકાય

કેટલીક ખાદ્ય વસ્તુઓ ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. અળસી ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો આજે આપણે જાણીશું કે આ ગુણકારી અળસી ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

અળસી ઉગાડવા માટે સૌથી પહેલા સારી ગુણવત્તાની માટી લો. જો તેમાં કાંકરા હોય તો તેને દૂર કરી તેમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને થોડા સમય તડકામાં મુકો.

હવે માટી તૈયાર થઈ જાય ત્યારે તેમાં અળસી બીજ 1-2 ઈંચની ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી પાણી નાખો. ત્યાર બાદ કૂંડાને ઢાંકી 2-3 દિવસ રહેવા દો. જેથી આ બીજ અંકુરિત થઈ જશે.ધ્યાન રાખો કે અળસીના છોડને ઉનાળામાં ન ઉગાડો.

અળસી સારી રીતે ઉગવા લાગે તે માટે 5 થી 8 દિવસ સુધી નિયમિત પાણી આપો. આ સાથે ધ્યાન રાખો કે અળસીમાં વધારે પાણી ન પડી જાય નહીંતર આ છોડ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે.

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી


Spread the love

Related posts

જસદણ ન્યાયાલય ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો…

Team News Updates

પ્રેગ્નસી દરમિયાન આ 3 વિટામિન્સ જરુર લો, માતા અને બાળક બંને રહેશે સ્વસ્થ

Team News Updates

 સાનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર, 100થી વધુ પ્રકારના 11 હજાર વૃક્ષો ઉછેરાયા

Team News Updates