News Updates
AHMEDABAD

રબર બેરેજ-કમ-બ્રિજ ગુજરાતમાં પ્રથમ બનશે:ચાંદખેડાથી એરપોર્ટની સીધી કનેક્ટિવિટી મળશે,સાબરમતી પર 367 કરોડના ખર્ચે કોરિયન કંપની એક કિમીનો બ્રિજ બનાવશે

Spread the love

ગુજરાતનો સૌપ્રથમ રબર બેરેજ કમ બ્રિજ અમદાવાદની સાબરમતી નદી પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે. સાબરમતી નદી પર ₹ 367 કરોડના ખર્ચે કોરિયન કંપની એક કિમીનો રબર બેરેજ કમ બ્રિજ બનાવશે. જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, મોટેરા થઈને સીધા એરપોર્ટ આવવા માટે સીધી કનેક્ટિવિટી મળશે.

રૂ. 367 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનશે, જેનો તમામ ખર્ચ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDC)ની જગ્યાએ હવે આજે સરકારના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડની ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવશે. આ બ્રિજ કેમ્પસ સદર બજારથી પશ્ચિમના અચેર વિસ્તારને જોડશે. બ્રિજની નીચે બનાવેલા રબર પાઇપના કારણે કોતરપુર વોટર વર્કસનું પાણી નદીના પશ્ચિમના વિસ્તાર જેવા કે મોટેરા, સાબરમતી સહિતના વિસ્તારમાં લાવી સંગ્રહ પણ કરી શકાશે. આગામી ત્રણ વર્ષમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ જશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી પર રિવરફ્રન્ટ ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે, તે અંતર્ગત સાબરમતી નદી પર પૂર્વ વિસ્તારમાં કેમ્પસ સદર બજારથી પશ્ચિમ તરફ અચેર તરફ 6 લેન બેરેજ કમ બ્રિજ બનાવવા માટેની રિવાઇઝ અંદાજની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાઇ હતી. જેને મંજૂર કરવામાં આવી છે. આ બેરેજ કમ બ્રિજ માટે મ્યુનિ. દ્વારા 367.12 કરોડનો ખર્ચ કરવાનો હતો, જોકે, હવે રિવાઇઝ અંદાજમાં આ રકમ રાજ્ય સરકારના મ્યુનિ. ફાયનાન્સિયલ બોર્ડ તેથી મેળવવામાં આવશે. બ્રિજ બંને તરફ 126 મીટરની લોખંડની કમાનો, 42 મીટરના સ્પાન હશે. બાકીના સ્પાન ગડર પ્રકારના હશે. બ્રિજની કુલ લંબાઇ 1 કિમી (1048.08 મીટર) હશે. તથા એપ્રોચ બ્રિજની લંબાઇ 1.16 કિમી (1160 મીટર) હશે.

ગુજરાતનો સૌથી પહેલો એવો બ્રિજ બનશે, જેમાં નીચે પાણીના સપ્લાય માટે રબર બેરેજ બનાવવામાં આવશે. જેમાં ઓટોમેટિક કંન્ટ્રોલ સિસ્ટમ હોવાથી નદીના વહેતા પૂરને અવરોધ પણ નહી થાય. એર ફીલ્ડ રબર બેરેજ બનાવવામાં આવનાર છે. કોરિયન કંપની દ્વારા વોટર શેડ ડેવલપમેન્ટ હેઠળ આકસ્મિક સંજોગોમાં રો વોટર સંગ્રહ કરવા તેમજ રોડ નેટવર્ક સૃદ્રઢ કરવા માટે 6 માર્ગીય બેરેજ કમ બ્રિજ બનશે. બ્રિજ ડેકના નીચે 3 મીટર પહોળાઇના ટેન્સાઇલ રૂફીંગ સાથેના ફુટપાથ બનાવાશે, જેનો પણ નાગરિકો આનંદ લઇ શકશે.

સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજ બનવાના કારણે પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, મોટેરા થઈને સીધા એરપોર્ટ આવવા માટે સીધી કનેક્ટિવિટી મળશે. બેરેજ કમ બ્રિજને કારણે ત્યાં પાણીનો સંગ્રહ થતાં શહેરના 10થી 15 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થશે. નર્મદા કેનાલ મેઇન્ટેનન્સ- રિપેરિંગ દરમિયાન આ પાણીનો જથ્થો કોતરપુર વોટર વર્કસમાં શુધ્ધ કરીને શહેરમાં સપ્લાય થઇ શકશે.


Spread the love

Related posts

 BAOUમાં ત્રિદિવસીય પરિષદ,વર્લ્ડ કોન્ફરન્સ ભારતમાં પ્રથમવાર દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે; વિશ્વના વિવિધ દેશમાંથી પ્રતિનિધિ અમદાવાદ આવ્યા

Team News Updates

વેપારીને પૈસા ન આપી છેતરપિંડી આચરી:અમદાવાદમાં બિલ્ડિંગ મટિરિયલનો માલ ખરીદીને 8.61 લાખ નહીં આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Team News Updates

AHMEDABAD:ખાનગી ટ્રાવેલ્સના પ્રવેશ પર દિવસ દરમિયાન પ્રતિબંધ યથાવત રાખ્યો,હાઇકોર્ટે પોલીસ કમિશ્નરના જાહેરનામાને પડકારતી અરજી ફગાવી

Team News Updates