News Updates
SURAT

SURAT:રોગચાળાએ ઉંચક્યુ માથુ, શરદી, ખાંસી, મેલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા

Spread the love

રાજ્યમાં વરસાદે વિદાય લીધા બાદ રોગચાળીએ માથુ કાઢ્યુ છે. રાજ્યમાં શરદી ઉધરસ, તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓ વધથ્યા છે. હાલ બદલાતા વાતાવરણ અને ડબલ સિઝનને કારણે વાયરલ કેસના દર્દીઓ વધ્યા છે.

વરસાદ હવે વિદાય લેવાની તૈયારીમાં છે. પણ તે જાય તે પહેલા જ રોગચાળાની એન્ટ્રી થઈ ચુકી છે. ગુજરાતભરમાં હવે સિઝન બદલાતા વાયરલ, શરદી, ખાંસીથી માંડીને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં મેલેરિયાથી એક શ્રમિકનું મોત થયું છે તો રાજકોટમાં ડેન્ગ્યુએ મહિલાનો જીવ લઈ લીધો છે. વડોદરાની વાત કરીએ તો અહીંયા 5 દિવસમાં 46 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. હજુ તો દર્દીઓ વધી જ રહ્યાં છે. બીમારીઓને કારણે સપ્ટેમ્બરમાં જ 20થી વધુનાં મોત અને અંદાજિત 10 હજારથી વધુ લોકો બીમાર પડ્યા અને આ આંક ફક્ત સરકારી હોસ્પિટલોનો જ છે, ખાનગી હોસ્પિટલના આંકડા ઉમેરો તો ચિત્ર બહુ ચિંતાજનક ઉપસે.

સૌ પ્રથમ સુરતની વાત કરીએ તો જ્યાં રોગચાળાએ લીધો વધુ એકનો ભોગ લીધો. કાપોદ્રામાં શ્રમિક યુવકનું મેલેરિયાની સારવાર દરમિયાન મોત થયું. મહત્વનું છે કે ગત મહિને ડેન્ગ્યૂના 63 અને મેલેરિયાના 91 કેસ નોંધાયા હતા.

આ તરફ રાજકોટમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત થયું. મવડીના પંચશીલ નગરની મહિલાનું સારવાર બાદ મોત થયું. તંત્ર રોગચાળાને કાબૂમાં લેવા પગલા ભરે તેવી સ્થાનિકોની માગ છે.

વડોદરાની SSG હોસ્પિટલની વાત કરીએ તો, અહીં છેલ્લા 5 દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા છે. 15 દિવસમાં 500થી વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાઇ ચૂક્યા છે. વડોદરામાં લોકો પહેલા પૂરથી પરેશાન થયા અને હવે રોગચાળાથી ત્યારે, SSG હોસ્પિટલના RMOએ પણ અપીલ કરી છે કે સ્વચ્છતા જાળવો અને સાવચેતીથી રહો. તાવની અસર થતા તરત જ યોગ્ય તબીબ પાસે સારવાર કરાવો. ઉપરાંત, ખેલૈયાઓ ભૂખ્યા પેટે ગરબા ના રમે તેવી પણ અપીલ કરી.


Spread the love

Related posts

BARDOLI:ઓઇલ ભરેલાં ડ્રમમાં બ્લાસ્ટ થતાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ; ઓઇલ મિલમાં ભીષણ આગનાં ભયાનક દૃશ્યો,દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

Team News Updates

SURAT:દારૂની હેરાફેરી કિન્નરનો વેશ ધારણ કરીને: 3 લાખના મુદ્દામાલ સાથે 5ને ઝડપ્યા, ઈંગ્લીશ દારૂનું કાર્ટિંગ સમયે PCBની રેડ

Team News Updates

VALSAD:વરસાદી માહોલ ભરઉનાળે:બીજા દિવસે પણ છુટાછવાયા વરસાદી છાંટા પડ્યા,ધરમપુર અને કપરાડા તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ

Team News Updates