News Updates
GUJARAT

 સાનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર, 100થી વધુ પ્રકારના 11 હજાર વૃક્ષો ઉછેરાયા

Spread the love

74માં રાજ્યકક્ષાના વનમહોત્વસની ઉજવણી નિમિત્તે યાત્રાધામ પાવાગઢના સાનિધ્યમાં સેંકડો વૃક્ષોનો ઉછેર કરી જેપુરા-વન કવચ બનાવવામાં આવ્યું છે. સાથે જ હાલાલ વન વિભાગ દ્વારા અહીં ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર પણ બનાવાયું છે. જેનો મનમોહી લે તેવો ડ્રોન નજારો સામે આવ્યો છે. વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેપુરા-વન કવચનું નિર્માણ 1.1 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા હરસિદ્ઘી માતાના મંદિરની નજીક ગાંધવી ગામે પાંચ હેક્ટર વિસ્તારમાં હરસિદ્ઘી વન નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. જેનું પણ ઇ-ખાતમુહુર્ત આજે મુખ્યમંત્રીએ કર્યું હતું. રાજ્યમાં સાંસ્કૃતિક વનોના નિર્માણની આ પ્રવત્તિ થકી ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત સંકલ્પને સાકાર બનાવવા માટે વર્ષ 2004થી 2022 સુધીમાં રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ 22 સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવી છે.

વનમાં 100થી વધુ પ્રકારના વૃક્ષો
પાવાગઢ ખાતે આજે 74માં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલે અત્રે બનાવવમાં આવેલા વન કવચનું લોકાર્પણ કર્યું હતું. વન વિભાગ દ્વારા ખુબ ટૂંકા ગાળામાં અહીં કૃત્રિમ વન ઊભું કરવામાં આવ્યું છે. અહીં વનમાં 100થી વધુ પ્રકારના 11000 જેટલા નેટિવ પ્લાન્સનું વાવેતર કરવામાં આવ્યું છે. આ તમામ પ્લાન્ટો વન વિભાગની નર્સરીઓમાંથી લાવવામાં આવ્યા છે. એક હેક્ટરથી વધારે જમીનમાં બનાવવામાં આવેલા આ વન કવચને મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પદ્ધતિથી વન નિર્માણ કરવામાં આવ્યું છે. તે પદ્ધતિથી અહીં જમીન તૈયાર કરવામાં આવી હતી અને તેમાં 11,000 જેટલા પ્લાન્ટનું વાવેતર કરીને જંગલ બનાવવામાં આવ્યું છે.

ગુજરાતના દરેક ગામડા સુધી આ વન મહોત્સવ પહોંચ્યુ: કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા
વન વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, 74માં વનમહોત્વસની ઉજવણી ભાગરૂપે પાવાગઢના સાનિધ્યમાં જેપુરા ખાતે વન કવચનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. વનમહોત્વસએ લોક ઉત્સવ છે. 2004ના વર્ષથી અલગ રીતે વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લામાં ઉજવાનું શરૂ કરાયું છે. જેના થકી ગુજરાતના દરેક ગામડા સુધી આ મહોત્સવ પહોંચ્યુ છે. દ્વારકા જિલ્લાના ગાંધવી ગામે હરસિદ્ઘી માતાજીના મંદિરની નજીક ગાંધવી ગામે પાંચ હેક્ટર વિસ્તારમાં હરસિદ્ઘી વન નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. જેનું પણ આજે અહિંથી ઇ-ખાતમુહુર્ત કરવાનું છે. રાજ્યમાં પ્રથમવાર દુર્ગમ વિસ્તારોમાં ચેરના વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યની આબોહવાને ધ્યાને લઈ વન કવચમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 10.40 કરોડ જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવશે. વન વિભાગ દ્વારા દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન વડે પણ વાવેતર કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણની રક્ષા માટે લોકોને સંકલ્પ લેવા આહવાન કર્યુ હતું.

પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા અપીલ
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વન વિભાગ દ્વારા અનેક કાર્યો કરવામાં આવ્યા છે. વનની વિરાસતને જાળવવા માટે સ્મૃતી વન બનાવવામાં આવ્યા છે. રોજિંદા જીવનમાં પાણી અને વિજળીની બચત કરવા અંગે જણાવ્યુ હતું . તો આ તબક્કે પાવાગઢને સ્વચ્છ અન સુંદર બનાવી રાખવા માટે લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા પણ આહવાન કર્યું હતુ. તેમણે ઉમેર્યુ હતું કે દેવો પણ વૃક્ષોનું સન્માન કરે છે, ભગવદ ગીતામાં પણ કહેલું છે કે વૃક્ષોનું ક્યારેય કોઈને નીરાશ કરતા નથી. તેમણે તમામ લોકોને એક વૃક્ષ વાવવા માટે આહવાન કરી ‘ક્લીન ગુજરાત અને ગ્રીન ગુજરાત’ બનાવવાના અભીયાનમાં સહભાગી થવા જણાવ્યું હતું.

વન કવચમાં ત્રણ ગજેબો બનાવાયા
અહીં 11 વર્ષ પહેલા બનાવવામાં આવેલા વિરાસત વનમાં આજે વર્ષે એક લાખથી વધારે પ્રવાસીઓ તેની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અહીં વર્લ્ડ હેરિટેજ સાઇટના સ્મારકો જોવા માટે આવતા પ્રવાસીઓ અને મહાકાળી ધામ પાવાગઢના માતાજીના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે જોવાલાયક બધું એક સ્થળ ઉભું કરવામાં આવ્યું છે. વન કવચમાં ત્રણ ગજેબો બનાવવામાં આવ્યા છે. પથ્થરની શીલાઓ ગોઠવીને બનાવવામાં આવેલા આ ગજબ ઉપર વૃક્ષોના પાંદડાની કોતરણી કરી તેમાંથી ઓછા વજનવાળા આકર્ષક અને કલાત્મક ગુંબજો બનાવવામાં આવ્યા છે.


Spread the love

Related posts

શરીરમાં એનર્જી વધારવા માટે કારગર છે સીતાફળ, જાણો અદભૂત ફાયદાઓ

Team News Updates

 Banaskantha: ફૂગ અને જીવાણુ જોવા મળ્યા,મિનરલ પાણીની બોટલમાં,હજારો બોટલ જપ્ત કરાઈ  પાલનપુરમાં

Team News Updates

30 પછી રહેવું હોય સ્વસ્થ, તો મહિલાઓ જરૂર કરાવે આ ટેસ્ટ

Team News Updates