News Updates
GUJARAT

 Valsad:‘‘રન ફોર વોટ’’માં દોડ્યા,‘‘તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત લોકશાહી’’ના સંદેશ સાથે વલસાડવાસીઓ ઉત્સાહભેર

Spread the love

‘‘તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત લોકશાહી’’ માટે મતદારો આગામી તા. 7મી મે ના રોજ અવશ્ય મતદાન કરે તે અંગે સંદેશ આપવા માટે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રવિવારે વલસાડ શહેરમાં સવારે 6-30 કલાકે ‘‘રન ફોર વોટ’’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જનરલ ઓબ્ઝર્વર તરણ પ્રકાશ સિંહા, જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યાર મતદારોને પોતાના મતાધિકાર પ્રત્યે જાગૃત કરવા માટે વલસાડની આવાબાઈ હાઈસ્કૂલના મેદાનથી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડવાસીઓએ ઉત્સાહભેર ‘‘વોટ માટે દોટ’’ મૂકી અવશ્ય મતદાન કરવા અંગે સંકલ્પબદ્ધ થયા હતા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કર્યા હતા. જિલ્લાના 18 વર્ષ ઉપરના તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની પવિત્ર ફરજ અવશ્ય નિભાવે તેવા આશયથી આ Run for voteનું આયોજન થયું હતું. Run for vote માં સૌએ નારા, બેનર, પોસ્ટર, ફ્લેગ વગેરે દ્વારા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી કિંમતી મતનું મહત્વ સમજાવી તા.7મી મે, 2024ના રોજ તમામ મતદારોને અચૂક મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

સમગ્ર રૂટ પર મેડિકલ અને સુરક્ષાની ટીમને તૈનાત કરવામાં આવી હતી. પાણી, એનર્જી ડ્રીંક, ફ્રૂટ્સ અને નાસ્તાની પણ સુવિધા દોડવીરો માટે ઉપ્લબ્ધ કરાઈ હતી. ગુજરાત યોગ બોર્ડના જિલ્લાના કો-ઓર્ડિનેટર નિલેશભાઈ કોસીયાએ મંચનું સંચાલન કરી દોડવીરોમાં જોમ પુર્યુ હતું. તેમણે તમામ દોડવીરો પાસે તા. 7મી મે ના રોજ અવશ્ય મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.

વલસાડની બાઈ આવાબાઈ હાઈસ્કુલથી પાંચ કિમીની ‘‘રન ફોર વોટ’’ પ્રસ્થાન થઈ હતી. જે સર્કીટ હાઉસ સર્કલ થઈ ગવર્મેન્ટ કોલોની, શેઠ R J J હાઈસ્કૂલ, કૉલેજ જકાતનાકું, પાલીહિલથી રીટર્ન થઈ કૉલેજ જકાતનાકું, શેઠ R J J હાઈસ્કૂલ ગવર્મેન્ટ કોલોની, સર્કીટ હાઉસ સર્કલ થઈ બાઈ આવાબાઈ હાઈસ્કુલ પરત થઈ હતી. જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વલસાડવાસીઓ મોટી સંખ્યામાં રન ફોર વોટમાં જોડાઈને વધુમાં વધુ મતદાન થાય તે માટેનો સંદેશ સમગ્ર પંથકમાં ગુંજતો કર્યો હતો.


Spread the love

Related posts

ડિવાઇડરનું એંગલ કારમાં ઘૂસી જતાં ડ્રાઇવરનું માથું ધડથી અલગ

Team News Updates

HOROSCOPE:કેવો રહેશે આપનો આજનો દિવસ;આ રાશીના જાતકોને આજે ધનલાભની મોટી શક્યતા

Team News Updates

વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમે બહાર કાઢી કૂવામાં પડી ગયેલી નીલગાયને ગોધરા તાલુકાના જીતપુરા ગામે

Team News Updates