News Updates
INTERNATIONAL

અનેક પુલ તૂટ્યા, 70 હજાર લોકો બેઘર;બ્રાઝિલમાં ભારે વરસાદ અને પૂરના કારણે 58નાં મોત-વાવાઝોડાનું કારણ અલ નીનો

Spread the love

બ્રાઝિલના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાજ્ય સંરક્ષણ એજન્સીના જણાવ્યા અનુસાર પૂરને કારણે અત્યાર સુધીમાં 58 લોકોનાં મોત થયા છે. જ્યારે 74થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂરના કારણે 70 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા.

આ સિવાય 67 લોકો ગુમ થયાના અહેવાલ છે. બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યનું પોર્ટો એલેગ્રે શહેર પૂરને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું છે. સોમવાર (28 એપ્રિલ) થી રિયો ગ્રાન્ડે દો સુલ સાથે અથડાતા વાવાઝોડાથી 300 નગરપાલિકાઓ પ્રભાવિત થઈ છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી છે અને કેન્દ્ર સરકાર તરફથી મદદનું વચન આપ્યું છે. તેમણે પૂર અને વરસાદ માટે હવામાન પરિવર્તનને પણ જવાબદાર ગણાવ્યું છે. બ્રાઝિલના હવામાન વિભાગે પણ કહ્યું છે કે વરસાદની વધતી તીવ્રતા માટે અલ નીનો જવાબદાર છે.

બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં વરસાદને કારણે ડેમ તૂટી જવાનો ભય છે. ગુઆબા નદી, જે શહેરમાંથી વહે છે, તે 5.04 મીટરની વિક્રમી ઊંચાઈ પર છે, જે 1941 પછી સૌથી વધુ છે. બચાવ કર્મચારીઓને લોકોને બચાવવામાં મુશ્કેલી પડી રહી છે. વહેતા પાણીને કારણે રસ્તાઓ ધરાશાયી થયા છે અને પુલ ધોવાઈ ગયા છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવકર્મીઓ લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોર્ટો એલેગ્રે એરપોર્ટે શુક્રવાર 3 મેના રોજ અનિશ્ચિત સમય માટે ફ્લાઇટ્સ સ્થગિત કરી. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

શહેરમાં ભારે વરસાદને કારણે 3થી વધુ હાઈડ્રો પ્લાન્ટ બંધ થઈ ગયા છે. જેના કારણે શહેરમાં પીવાના પાણીની અછત સર્જાઈ છે. 5 લાખ લોકોને પીવાનું પાણી મળતું નથી. રિયો ગ્રાન્ડે ડુ સુલ ગવર્નર એડ્યુઆર્ડો લેઇટે જણાવ્યું હતું કે તેમના રાજ્યને આપત્તિ પછી પુનઃનિર્માણ માટે મોટા પ્રમાણમાં રોકાણના “માર્શલ પ્લાન” ની જરૂર પડશે. આપણે આજ સુધી આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી. દેશમાં અત્યાર સુધીની આ સૌથી ખરાબ સ્થિતિ છે.

પોર્ટો એલેગ્રે શહેરના મેયર સેબેસ્ટિઓ માલોએ શનિવારે શહેરની બીજી નદી ગ્રેવતાઈ ખતરાના નિશાનથી ઉપર વધ્યા બાદ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારો ખાલી કરવાની સલાહ આપી હતી. તેમણે લોકોને મદદની ખાતરી આપી છે.


Spread the love

Related posts

કિંગ સાર્લ્સની તાજપોશી પછીની 15 તસવીર…:પ્રિન્સ હેરીને બાલકનીમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું નહીં; 72 વર્ષની બહેનને કાફલો એસ્કૉટ કર્યો

Team News Updates

અમેરિકામાં વસતા ભારતીયોની માગ, દિવાળી પર જાહેર કરો નેશનલ હોલીડે

Team News Updates

ભારતીય મૂળનાં PM ઋષિ સુનકનાં માથે લટકતી તલવાર:પેટાચૂંટણીમાં ફરી હારી સુનકની પાર્ટી, સતત હારનાં કારણે સામાન્ય ચૂંટણી પહેલાં જ 100 સાંસદો રાજીનામું આપશે

Team News Updates