તાજેતરમાં દુનિયાનો સૌથી દુર્લભ હીરો વેચાયો છે જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. અસલમાં 55.2 કેરેટના આ દુર્લભ હીરાની ન્યૂયોર્કમાં હરાજી કરવામાં આવી હતી.એક મીડિયા રિપોર્ટ મુજબ આ Rare Pink Diamond ઓક્શનમાં વેચાયેલો તેના પ્રકારનો સૌથી મોટો અને સૌથી મૂલ્યવાન રત્ન બની ગયો છે.

હીરાની હરાજી આ મહિનાની શરૂઆતમાં થઈ હતી. એક વર્ષ પહેલા કેનેડિયન ફર્મ ફ્યુરા જેમ્સે તેને આફ્રિકાના મોઝામ્બિકમાં કંપનીની એક ખાણમાં શોધી કાઢ્યો હતો. આ સાથે અન્ય ગુલાબી હીરાની પણ સોથેબીના મેગ્રિફિસેન્ટ જ્વેલ્સમાં $30 મિલિયનથી વધુની કિંમતમાં હરાજી કરવામાં આવી હતી.
ફેન્સી અને પિંક કલરના આ હીરાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ હીરો કરોડોમાં વેચાયો છે. આ હીરાને 34.8 મિલિયન ડોલર એટલે કે લગભગ 287 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો છે જેને “ધ એટરનલ પિંક” નામ આપવામાં આવ્યું છે. હરાજી પહેલા આ હીરા લગભગ $35 મિલિયનમાં વેચવાનો અંદાજ હતો.
2019માં સૌથી મોંઘા હીરાનું વેચાણ થયું હતું. આ હીરા પહેલા જાંબલી-ગુલાબી હીરાનો અગાઉનો રેકોર્ડ 2019 માં બન્યો હતો. જ્યારે હોંગકોંગમાં સોથેબીમાં 10.64 કેરેટનો હીરો $19.9 મિલિયનમાં વેચાયો હતો.
ફોર્બ્સ અનુસાર તે સમયે તે અન્ય રત્નોની તુલનામાં સૌથી મોંઘો અને મૂલ્યવાન રત્ન હતો. મોંઘા હીરા બાબતે અગાઉનો રેકોર્ડ ૩ વર્ષ પહેલા બન્યો હતો
બોત્સ્વાનામાં દમાત્શા ખાણ ખાતે ડી બીયર્સ દ્વારા “ધ એટરનલ પિંક”ની શોધ કરવામાં આવી હતી. તેનું નામ એસ્ટ્રેલા ડી ફુરા છે, જેનો અર્થ પોર્ટુગીઝમાં સ્ટાર ઓફ ફ્યુરા થાય છે. Sotheby’s તેને બજારમાં હિટ કરવા માટે અત્યાર સુધીનો સૌથી તેજસ્વી ગુલાબી હીરા તરીકે વર્ણવ્યો છે. આ સાથે તેને સૌથી મૂલ્યવાન પથ્થર તરીકે પણ નામ આપવામાં આવ્યું છે.