News Updates
GUJARAT

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, ત્રણ દિવસની મુલાકાતમાં ગુજરાતને મળશે અનેક ભેટ, જાણો કાર્યક્રમ

Spread the love

આ મુલાકાત દરમિયાન તેઓ નવસારી અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, તેમજ ગુજરાતને વિકાસકામોની ભેટ આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે, જ્યાં તેઓ કાકરાપાર ખાતે બનેલા 700-700 મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે.

લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવાના છે. ત્રણ દિવસની આ મુલાકાત ખુબજ મહત્વની રહેશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને વિકાસની અનેક ભેટ આપવાના છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ અને બાદમાં 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાત મુલાકાતે આવવાના છે.

આ મુલાકાત દરમિયાન તેઓ નવસારી અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, તેમજ ગુજરાતને વિકાસકામોની ભેટ આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે, જ્યાં તેઓ કાકરાપાર ખાતે બનેલા 700-700 મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે.

22 ફેબ્રુઆરી 2024નો કાર્યક્રમ

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો 22 ફેબ્રુઆરી 2024એ તેઓ સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 10:45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. 12:00 કલાકે હેલિકૉપ્ટરથી મહેસાણા જવા રવાના થયા છે. 12:45 વાગ્યે તરભના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. 01:00 કલાકે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 02:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી સુરત જવા રવાના થશે. 04:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ અને જાહેરસભા યોજાશે.06:15 કલાકે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. સાંજે 7:35 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચી વારાણસી જવા રવાના થશે.

24 ફેબ્રુઆરીનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ વારાણસી જવા રવાના થયા બાદ ફરી ગુજરાત 24 ફેબ્રુઆરીના ફરી ગુજરાત રોજ આવશે. 24 તારીખે વડાપ્રધાનના કાર્યક્રમ પર નજર કરીએ તો તેઓ રાત્રે વારાણસીથી ગુજરાત આવવા માટે નીકળશે. રાત્રે 09:10 કલાકે જામનગરમાં તેમનું આગમન થશે. વડાપ્રધાન રાત્રે જામનગરમાં રોકાણ કરશે.

25 ફેબ્રુઆરીનો કાર્યક્રમ

વડાપ્રધાનનો 25 ફેબ્રુઆરીનો દિવસ ખુબજ વ્યસ્ત રહેવાનો છે. 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વાસીઓને વડાપ્રધાન વિકાસના કાર્યોની અનેક ભેટ આપવાના છે. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેમનું સવારે 07:35 કલાકે બેટ દ્વારકામાં આગમન થશે.07:45 કલાકે બેટ દ્વારકા મંદિરમાં દર્શન કરશે. 08:25 કલાકે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. 09:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે. 12:15 કલાકે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને સંબોધનનો કાર્યક્રમ છે. 03:30 વાગ્યે રાજકોટ AIIMSની મુલાકાત લેશે. 04:45 કલાકે રેસકોર્ષ મેદાનમાં જાહેરસભા કરશે.રાત્રે 08:00 વાગ્યે રાજકોટથી દિલ્લી જવા રવાના થશે.


Spread the love

Related posts

પાંજરાપોળના હચમચાવી નાખતા દૃશ્યો:અનેક ગાયો તરફડતી જોવા મળી, પાંજરાપોળની બાજુમાં ફેંકી દેવાયેલા મૃતદેહના અવેશેષો મળ્યા; સંચાલક પર ગૌરક્ષકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

Team News Updates

રેલવેએ ગ્રુપ ‘C’ અને ગ્રુપ ‘D’ પોસ્ટ્સ માટે ભરતીની કરી જાહેરાત, અરજી કરવા માટે આ ડિગ્રી હોવી જરૂરી

Team News Updates

સોમનાથ મહાદેવના દર્શન કરી જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 તાલીમાર્થીઓ સહિત રેન્જ આઇ.જી એ ધ્વજાપૂજા કરી

Team News Updates