News Updates
SURAT

પ્રેમી સાથે વાત કરતી તરુણીને મામાએ ઠપકો આપતા સારું ન લાગ્યું, ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Spread the love

સુરતના ડિંડોલીમાં નવી બંધાતી રૂદ્રાશ ગ્લો બિલ્ડીંગ સાઇડ પર રહેતી 15 વર્ષની તરૂણીએ મોડી રાતે બિલ્ડીંગમાં સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. મામાના ઘરે આવેલી કિશોરી પ્રેમી સાથે વાત કરતી હતી. જેથી મામાએ તેને ઠપકો આપ્યો હતો, ત્યારબાદ માઠું લાગી આવતા કિશોરીએ અંતિમ પગલું ભરી લીધું હતું. કિશોરીના આ પગલાંના કારણે હાલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

10 દિવસ પહેલા વતનથી મામાના ઘરે આવી હતી
મળતી માહિતી અનુસાર તરૂણી મૂળ મધ્યપ્રદેશની વતની હતી. તે 8થી 10 દિવસ પહેલા વતનથી ડીંડોલી મામાને ત્યાં આવી હતી. ગઇકાલે રાતે તે ફોન પર પ્રેમી સાથે વાતચીત કરતી હતી. જેથી તેના મામાએ તેને પ્રેમી સાથે વાત કરવાની ના પાડી હતી. મામાએ ઠપકો આપતા કિશોરીને સારું ન લાગ્યું અને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

પરિણીતાએ બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી
બીજા બનાવમાં ગોડાદરા કૈલાશનગરમાં રહેતી 30 વર્ષની સંગીતા રિતેશ ચૌધરીએ મોડી રાતે ઘરે એસિડ પીઈ લીધું હતું. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલમાં દાખલ કરી હતી. જ્યાં રાતે તે મોતને ભેટી હતી. સંગીતાને માથામાં દુખાવો થતો હોવાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પરિણીતાના પગલાંથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.


Spread the love

Related posts

SURAT:હત્યા નજીવી બાબતે:ઝઘડો થયો પાણીની પાઇપલાઇન બાબતે ,મારામારી બાદ મામલો ગરમાતા આરોપીએ ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી

Team News Updates

સુરતમાં બાળકોમાં ચિંતાજનક રીતે વકર્યા ઝાડા-ઊલ્ટી:આજે વધુ 2 બાળકનું પ્રાણપંખેરૂ ઊડ્યું, 4 દિવસમાં 10 વર્ષથી નાનાં 7નાં મોત, પિતા કાળજાના કટકાને લઈ હોસ્પિટલ દોડે છે પણ જીવ બચતા નથી

Team News Updates

SURAT: છેલ્લા ચાર દિવસમાં ચાર મર્ડર,મધરાતે રિક્ષાચાલકને જાહેર રોડ પર જ રહેંસી નાખ્યો

Team News Updates