News Updates
SURAT

ગુજરાતમાં એક જ દિવસમાં વલસાડ અને સુરતમાં થઈ બે હત્યા, પોલીસે બંને ઘટનાના આરોપીઓને ઝડપી લીધા

Spread the love

ગુજરાતમાં હત્યાની ઘટનામાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. વલસાડ અને સુરતમાં એક દિવસમાં હત્યાના બે બનાવ સામે આવ્યા છે. એટલુ જ નહીં ગઇકાલે એટલે કે રવિવારે રાજકોટમાં પણ હત્યાનો બનાવ બન્યો હતો. હત્યાની આ ઘટનામાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

ગુજરાતમાં હત્યાની ઘટનામાં દિવસે દિવસે વધારો થતો જઈ રહ્યો છે. વલસાડ અને સુરતમાં એક દિવસમાં હત્યાના બે બનાવ સામે આવ્યા છે. એટલુ જ નહીં ગઇકાલે એટલે કે રવિવારે રાજકોટમાં પણ હત્યાનો બનાવ બન્યો હતો. હત્યાની આ ઘટનામાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

વલસાડમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની એક ઘટના બની છે. વલસાડના ધરમપુરના ગોરખડા ગામે દંપતી વચ્ચે તકરાર થઈ હતી. તકરાર બાદ ઉશ્કેરાયલા પતિએ પત્નીને હથોડીના ઘા માર્યા હતા. જો કે ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને હત્યા કરનારને ઝડપી લીધો હતો અને ધરમપુર પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ સુરતમાં પ્રેમીએ પ્રેમીકાની હત્યા કરી છે. મોડી રાતે કતારગામની લલિતા ચોકડી પાસે પ્રેમીએ પ્રેમિકા પર કેરોસીન છાંટી દીધુ હતુ અને તેને જીવતી સળગાવી દીધી હતી. આરોપીને તેની પ્રેમિકાનો અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા હતી. આ શંકામાં જ તેણે પ્રેમિકાની હત્યા કરી દીધી હતી.કતારગામ પોલીસે આરોપીને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના જામનગર રોડ પર કોર્ટ બિલ્ડિંગ પાસે એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મહિલાની હત્યા તેના જ ભત્રીજાએ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે, કૌટુંબિક ભત્રીજા પ્રેમ જેઠવાએ જ કાકીની હત્યા કરી હતી. ભત્રીજાની પ્રેમિકાને પૈસાની જરૂર હોવાથી પહેલા કાકી સાથે લૂંટ ચલાવી અને પછી હત્યા કરીને ફરાર થયો હતો. તો પોલીસે ભત્રીજા પ્રેમ જેઠવાને તેની પ્રેમિકા સાથે વડોદરાથી ઝડપી લીધો છે.


Spread the love

Related posts

રક્ષાબંધનનાં પાવન પર્વ નિમિતે કરી એક વિશેષ જાહેરાત, 1 હજાર રુપિયા ભરીને આખુ વર્ષ અનલિમિટેડ મુસાફરી

Team News Updates

SURAT: છેલ્લા ચાર દિવસમાં ચાર મર્ડર,મધરાતે રિક્ષાચાલકને જાહેર રોડ પર જ રહેંસી નાખ્યો

Team News Updates

એશિયાની નામાંકીત સુગર ફેક્ટરી નવી સિઝનમાં 48,450 એકરમાંથી શેરડી મેળવી 14 લાખ ટન પિલાણ કરશે‎

Team News Updates