દેશની સવા અરબ આબાદીને કેવી રીતે અપાશે કોરોનાની રસી, પીએમ મોદીએ જણાવ્યો પ્લાન

0
76

સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે દેશના દરેક નાગરિકને રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન અંતર્ગત આરોગ્ય કાર્ડ આપવામાં આવશે. હવે બે મહિના પછી વડાપ્રધાને ફરીથી સંકેત આપ્યો છે કે ‘ રસીકરણ સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ હેલ્થ આઈડીનો ઉપયોગ કરવામાં આવશે’.  


વડાપ્રધાને કહ્યું કે ‘ભારત દેશના અનુભવ અને પ્રતિભા સંશોધનની દ્રષ્ટિએ વૈશ્વિક આરોગ્ય સેવાઓ કેન્દ્રમાં રહેશે અને અન્ય દેશોને મદદ કરવા માંગશે’. તેમણે યાદ અપાવ્યું કે વૈશ્વિક રસીકરણ કાર્યક્રમોમાં ઉપયોગમાં લેવામાં આવતી રસીના 60 ટકા ભારતમાં ઉત્પન્ન થાય છે. તેમણે કહ્યું હતું કે ડિજિટલ હેલ્થ આઈડી સાથે ડિજિટલ નેટવર્કનો ઉપયોગ કરવા માટે તૈયારી શરુ કરવામાં આવી છે. 


સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણમાં વડાપ્રધાને ડિજિટલ કાર્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘દરેક ભારતીયને આરોગ્ય આઈડી આપવામાં આવશે. આ હેલ્થ આઈડી દરેક ભારતીયના આરોગ્ય ખાતાની જેમ કામ કરશે. તમારી ટેસ્ટ, દરેક રોગ, તમે કયા ડોક્ટરનો સંપર્ક કર્યો, તમે કઈ દવા લીધી, શું નિદાન કર્યું, જ્યારે તેઓ લેવામાં આવ્યા તેમનો રિપોર્ટ શું છે, આ બધી માહિતી તમારી હેલ્થ આઈડીમાં શામેલ કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here