બિહારના ચૂંટણી ’રણમાં’ આજે ઉતરશે વડાપ્રધાન મોદી-રાહુલ ગાંધી, વધશે રાજ્યનું રાજકીય તાપમાન

0
66
  • રાહુલ ગાંધી રેલી કરી મહાગઠબંધનના ઉમેદવાર માટે મત માગશે તો મોદી એનડીએના ઉમેદવારોના સમર્થનમાં રેલી કરી જનતાનું સમર્થન માગશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના આજે વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ઉતરવાની સાથે બિહારમાં રાજકીય તાપમાન વધવાની શક્યતા છે. બંન્ને નેતા રાજ્યમાં પોત-પોતાના ગઠબંધન માટે રેલીઓ કરશે. પ્રધાનમંત્રી મોદી વિભિન્ન વિધાનસભા ક્ષેત્રોમાં 28 ઓક્ટોબરના પ્રથમ તબક્કાના મતદાન માટે ડેહરી ઓન સોન (રોહતાસ જિલ્લા), ગયા અને ભાગલપુરમાં ત્રણ રેલીઓમાં એનડીએના ઉમેદવારો માટે સમર્થન માગશે.


ભાજપ્ના સૂત્રો પ્રમાણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ડેહરી અને ભાગલપુરમાં રેલીઓ દરમિયાન પીએમ મોદી સાથે રહેશે. ગયામાં મોદીની સાથે જેડીયૂ નેતા રાજીવ રંજન સિંહ લલન અને પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની અવામ મોચર્નિા અધ્યક્ષ જીતન રામ માંઝી મંચ પર હાજર રહેશે.


તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીપણ આજે બિહારમાં પ્રચાર કરશે. તેઓ નવાદાના હિસુઆ અને ભાગલપુરના કહલગાંવમાં બે રેલીઓને સંબોધિત કરશે. કોંગ્રેસ અને રાજદ ના સૂત્રોએ જણાવ્યું કે, મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ હિસુઆમાં રાહુલ ગાંધીની સાથે રહેશે.


હિસુઆમાં કોંગ્રેસ ઉમેદવાર નીતૂ સિંહનો મુકાબલો ભાજપ્ના વર્તમાન ધારાસભ્ય અનિલ સિંહ સામે છે. કહલગાંવમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે શક્તિસિંહ ગોહિલ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા રહેશે.


કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને બિહાર ચૂંટણી માટે ભાજપ્નું ઘોષણાપત્ર જારી કર્યું, જેમાં લોકોને કોવિડ-19ની રસી ફ્રીમાં આપવાનું વચન આપ્યું છે. જયદૂ પ્રમુખ નીતીશ કુમાર દરરોજ ચાર-પાંચ રેલીઓને સંબોધિત કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે તેઓ ડિજિટલ રેલીઓનો પણ સહારો લઈ રહ્યા છે.


વિપક્ષી જૂથમાં રાજદ નેતા તેજસ્વી યાદવ પોતાના પિતા લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં ચૂંટણી મેદાનમાં છે. તેજસ્વી દરરોજ આઠ-નવ રેલીઓને સંબોધિત કરી પોતાની પાર્ટી અને કોંગ્રેસ તથા ગઠબંધનના અન્ય પક્ષો માટે સમર્થન માગી રહ્યા છે. પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીની એન્ટ્રી સાથે રાજ્યના રાજકીય તાપમાનમાં ચોક્કસથી વધારો થવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here