વડાપ્રધાન મોદીનું ગયામાં સંબોધન, બિહારમાં ફાનસની જરૂરીયાત પુરી થઈ ગઈ

0
83

બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં થોડા દિવસો જ બાકી છે. તેવામાં ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોએ તેમના પ્રચાર અભિયાનને ધમધમતું કર્યું અને શુક્રવારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસારામમાં તેમની પ્રથમ સભા યોજી હતી. જે દરમિયાન નીતિશ કુમારે પણ વડાપ્રધાનની સાથે જોવા મળ્યા હતા. બિહારની તેમની ચુંટણી સભાઓમાં વડાપ્રધાને આરજેડી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
 

પીએમ મોદીએ કહ્યું કે આ વખતે સરકાર કોઈ શાસક નહીં પણ સેવક તરીકે કામ કરી રહી છે. પીએમએ કહ્યું કે હવે જેઓ અપ્રમાણિક છે તેઓએ સો વાર વિચારવું પડશે, આ જ કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષ આજે દરેક સુધારાનો વિરોધ કરી રહ્યું છે.


પીએમ મોદીએ કહ્યું કે હવે પછાત જિલ્લાઓને ઓળખીને બિહારમાં વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે. હવે બિહારના લોકોને લલચાવતા પહેલા સાવધાન રહેવું પડશે. બિહારના નાગરિકો મહાગઠબંધનથી વાકેફ છે, આ લોકો નક્સલવાદીઓને પ્રોત્સાહન આપતા રહે છે. તેમનો ધ્યેય દેશને લાચાર બનાવવાનો છે. એટલે જ દેશના ભાગલા પાડનારનો તે સપોર્ટ કરે છે. 

 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાની વચ્ચે આ પ્રથમ મોટી ચૂંટણી છે. આજે આપણે નવું બિહાર બનતું જોઈ રહ્યા છીએ, તેની કલ્પના આ પહેલાં કોઈએ કરી નહોતી. આજના બિહારમાં ફાનસની જરૂરિયાત પૂરી થઈ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here