રાજકોટ મનપાનું મેગા ડિમોલિશન, 141 કાચા-પાકા મકાનો તોડી પાડી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી

0
79
  • પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી

આજે રાજકોટ કોર્પોરેશનની મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટના રૈયાધાર નજીક 141 મકાનનું ડિમોલિશન કરી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવા છે. ટીપી–9ના રોડ ખુલ્લા કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ થઈ હતી.

મનપા દ્વારા 216 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી
શીતલ પાર્ક વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. 9નાં 18મી, 15મી, 12મી રોડ પરનાં 126 કાચા-પાકા મકાન, ઝૂંપડાનાં દબાણો, જે. કે. ચોકની આકાશવાણી ચોક સુધીના 15 કાચા પાકા દબાણો દૂર કરી 90 હજાર ચો.મી. જગ્યા ખુલ્લી કરી 216 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે. જો કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

9 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી
આ અંગે ટાઉન પ્લાનીંગ શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-1976ની કલમ-68 અંતર્ગત ટી.પી. રોડના દબાણો દૂર કરવા માટે 9 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આજ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here