45 દિવસ માટે મ્યુનિ. વિપક્ષ નેતા બનવા કોઈ તૈયાર નથી, વિપક્ષી નેતાનું પદ સ્વીકારી લે તો આગામી દિવસોમાં મહત્ત્વનું પદ ચૂકી જવાની ભીતિ

0
83

અમદાવાદ મ્યુનિ.વિપક્ષી નેતા પદનો વિવાદ સતત વકરી રહ્યો છે, ત્યારે હવે બાકી રહેલા 45 દિવસ માટે વિપક્ષી નેતાનું પદ સ્વીકારી આગામી દિવસોમાં સત્તા આવે તો મહત્ત્વના પદ માટે ચૂકી જવાય તેવી સ્થિતિ જોવા મળી છે. બીજી તરફ દલિત સમાજના કોર્પોરેટર દ્વારા પણ હાલના તબક્કે આ પદ સ્વીકારી આગામી 5 વર્ષ માટે મહત્ત્વનું પદ ગુમાવવાની તૈયારી રાખવી પડે તેવી ભીતિ વ્યક્ત કરાઇ રહી છે.

મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામાં પછી તૌફિકખાન પઠાણે કામચલાઉ પદભાર સંભાળી લીધો છે. બુધવારના બોર્ડમાં પણ તેઓ વિપક્ષ નેતા તરીકે સંચાલન કરશે. ત્યારે હવે મ્યુનિ.ની બાકી રહેલી 45 દિવસની ટર્મ માટે કોણ વિપક્ષ નેતા બનશે તે પણ એક સવાલ છે, ત્યારે આ તબક્કે કમળાબેન ચાવડા, જે.ડી. પટેલ કે દેવેન્દ્ર વિસનગરીના નામો વિપક્ષ નેતા તરીકે ચાલી રહ્યા છે. આ તબક્કે કેટલાક સભ્યો આગામી 5 વર્ષ માટે પણ મહત્ત્વના હોદ્દાનું વચન માગી રહ્યા છે. તે શરતે જ તેઓ 45 દિવસનો આ કાર્યભાર સંભાળવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here