News Updates
BUSINESS

વેદાંતાની મુશ્કેલી વધી, 3 મહિનામાં કેવી રીતે ચૂકવશે કરોડોનું દેવુ? મૂડીઝે ઘટાડ્યુ રેટિંગ

Spread the love

વેદાંતા રિસોર્સિસ લિમિટેડના એક અબજ ડોલર (આશરે રૂ. 8300 કરોડ)ના બોન્ડ્સ જાન્યુઆરી 2024માં જ મેચ્યોર થઈ રહ્યા છે. સમાન રકમના બોન્ડ પણ ઓગસ્ટ 2024માં મેચ્યોર થશે. એટલે કે વેદાંતાએ આ પૈસા વ્યાજ સાથે પરત કરવાના છે. મૂડીઝનું કહેવું છે કે વેદાંતા તેના દેવા માટે ભંડોળ એકત્ર કરવામાં કોઈ નોંધપાત્ર પ્રગતિ દર્શાવી શક્યું નથી.

ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની (Anil Agarwal) કંપની વેદાંતા રિસોર્સિસની મુશ્કેલીઓ વધી રહી છે. કંપની પહેલેથી જ ભારે દેવાની પીડાનો સામનો કરી રહી છે. હવે મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે કંપનીનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું છે. આનું કારણ કંપનીના દેવાની ચુકવણીની સ્થિતિ સંબંધિત જોખમમાં વધારો છે. આટલું જ નહીં, મૂડીઝે કંપની માટે પોતાનો નકારાત્મક અંદાજ જાળવી રાખ્યો છે. મૂડીઝે વેદાંતા રિસોર્સિસના રેટિંગને વધુ ડાઉનગ્રેડ કરવા સામે ચેતવણી આપી છે. મૂડીઝનું કહેવું છે કે જો કંપની આગામી સમયમાં લોન ચૂકવવા માટે ભંડોળ એકત્ર કરવામાં અસમર્થ રહેશે તો તેનું રેટિંગ વધુ ઘટાડવામાં આવશે.

3 મહિનામાં ચૂકવવાના છે 8300 કરોડ

વેદાંતા રિસોર્સિસ લિમિટેડના એક અબજ ડોલર (આશરે રૂ. 8300 કરોડ)ના બોન્ડ્સ જાન્યુઆરી 2024માં જ મેચ્યોર થઈ રહ્યા છે. સમાન રકમના બોન્ડ પણ ઓગસ્ટ 2024માં મેચ્યોર થશે. એટલે કે વેદાંતાએ આ પૈસા વ્યાજ સાથે પરત કરવાના છે. મૂડીઝનું કહેવું છે કે વેદાંતા તેના દેવા માટે ભંડોળ એકત્ર કરવામાં કોઈ નોંધપાત્ર પ્રગતિ દર્શાવી શક્યું નથી. આવી સ્થિતિમાં આગામી કેટલાક મહિનામાં તેના દેવાના પુનર્ગઠન અંગેનું જોખમ વધી ગયું છે. તેથી મૂડીઝે વેદાંતાનું રેટિંગ ઘટાડ્યું છે.

શું હતું વેદાંતાનું રેટિંગ?

મૂડીઝે હવે વેદાંતાનું રેટિંગ ઘટાડીને Caa2 કર્યું છે. અગાઉ તે Caa1 હતું. એટલું જ નહીં, મૂડીઝે વેદાંતાના સિનિયર અનસિક્યોર્ડ બોન્ડનું રેટિંગ પણ ઘટાડી દીધું છે. પહેલા તે Caa2 હતું જે હવે બદલીને Caa3 કરવામાં આવ્યું છે. રેટિંગ એજન્સીઓના આ રેટિંગ્સ કંપનીના દેવા અને વળતર અંગેના જોખમને દર્શાવે છે.

વેદાંતા રિસોર્સિસ એ ભારતમાં લિસ્ટેડ વેદાંતા લિમિટેડની મૂળ કંપની છે. જાન્યુઆરી અને ઓગસ્ટના હપ્તાઓ સિવાય કંપનીએ માર્ચ 2025માં $1.2 બિલિયન એટલે કે રૂ. 9,990 કરોડની બીજી લોન ચૂકવવાની છે.


Spread the love

Related posts

સ્માર્ટફોન ₹10,999ની પ્રારંભિક કિંમતે લોન્ચ:તેમાં D6100+ પ્રોસેસર, 5,000mAh બેટરી અને 50MP કેમેરા સાથે ત્રણ સ્ટોરેજ વિકલ્પો ઉપલબ્ધ

Team News Updates

એડી યોંગમિંગ વુ અલીબાબાના નવા CEO હશે:જોસેફ ત્સાઈ ચેરમેન પદ સંભાળશે, કંપનીએ સક્સેસન પ્લાનની જાહેરાત કરી

Team News Updates

SBIના ચોથા ક્વાર્ટરના પરિણામો:Q4FY23માં નેટ પ્રોફિટ 83% વધીને ₹16,694 કરોડ થયો, બેન્ક ₹11.30 પ્રતિ શેર ડિવિડન્ડ ચૂકવશે

Team News Updates