લોકસભા ચૂંટણી પરિણામોને કારણે ગઇ કાલે એટલે કે 4 જૂને શેર બજારમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે, આજે બજારમાં રીકવરી જોવા મળી આ બધા સમાચાર વચ્ચે ઓઇલ કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સારી બાબત એ છે કે ઓઇલ કપંનીઓએ બોનસની જાહેરાત કરી છે, ચૂંટણી પરિણામને કારણે શેરના ભાવમાં ઘટાડો થયો હોવાથી આ સમય ખરીદી માટે ઉત્તમ છે.
લોકસભા ચૂંટણી પરિણામોને કારણે ગઇ કાલે એટલે કે 4 જૂને શેર બજારમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે, આજે બજારમાં રીકરવરી જોવા મળી આ બધા સમાચાર વચ્ચે ઓઇલ કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સારી બાબત એ છે કે ઓઇલ કપંનીઓએ બોનસની જાહેરાત કરી છે, ચૂંટણી પરિણામને કારણે શેરના ભાવમાં ઘટાડો થયો હોવાથી આ સમય ખરીદી માટે ઉત્તમ છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC) ના શેરમાં હાલ ઉતારચઢાવ જોવા મળી રહ્યા છે. HPCL, BPCL અને Oil India તેમના રોકાણકારોને બોનસ શેરની ભેટ આપવા જઈ રહી છે. બોનસ શેરની રેકોર્ડ ડેટ નજીક છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ 1:2 ના રેશિયોમાં બોનસ શેર જાહેર કરવાની જાહેરાત કરી છે. આ માટે, લાયક શેરધારકોના નામ નક્કી કરવા માટે શુક્રવાર 21મી જૂનને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. HPCLએ સોમવારે 27 મેના રોજ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી, વર્ષમાં ત્રીજી વખત બોનસ શેર જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ, તેણે 2016માં 2:1 ના ગુણોત્તરમાં બોનસ શેર જાહેર કર્યા હતા. 2017 માં, કંપનીએ 1:2 (દર 2 શેર માટે 1 બોનસ શેર) ના ગુણોત્તરમાં બોનસ જાહેર કર્યા હતા
બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના શેરમાં 0.034 ટકાનો ઘટાડો થયો છે. સરકારી કંપની BPCL એ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ 22 જૂન નક્કી કરી છે. છેલ્લા એક વર્ષમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં 90 ટકાથી વધુનો વધારો થયો છે.
બુધવારે ઓઈલ ઈન્ડિયા લિમિટેડનો શેર 582.00 INR −12.50 (2.10%) ઘટાડો જોવા મળ્યો છે. ઓઈલ ઈન્ડિયા લિમિટેડ તેના રોકાણકારોને 1:2ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે, કંપની દરેક 2 શેર માટે 1 બોનસ શેર આપશે. છેલ્લા એક વર્ષમાં ઓઈલ ઈન્ડિયાના શેરમાં 170% થી વધુનો વધારો જોવા મળ્યો છે.