News Updates
BUSINESS

Online Gaming કંપની Delta Corp Ltdના શેર ઊંધા માથે પટકાયા, 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યો

Spread the love

શેરબજારના રોકાણકારોમાં ડેલ્ટા કોર્પના રોકાણકારોએ હવે શું કરવું તે ચિંતા ઉભી થઇ છે આકજે કંપનીના રોકાણકારો માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. રોકાણકારોને પ્રારંભિક કારોબારમાં મોટો ફટકો પડ્યો છે. સોમવારે શેર 18  સાથે ટ્રેડ થઇ રહ્યા છે. 22 સપ્ટેમ્બરે કેસિનો ઓપરેટરને 16,822 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ ફટકારવામાં આવી હતી.

શેરબજારના રોકાણકારોમાં ડેલ્ટા કોર્પ(Delta Corp Ltd)ના રોકાણકારોએ હવે શું કરવું તે ચિંતા ઉભી થઇ છે આકજે કંપનીના રોકાણકારો માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. રોકાણકારોને પ્રારંભિક કારોબારમાં મોટો ફટકો પડ્યો છે. સોમવારે શેર 18  સાથે ટ્રેડ થઇ રહ્યા છે. 22 સપ્ટેમ્બરે કેસિનો ઓપરેટરને 16,822 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ ફટકારવામાં આવી હતી.આ બાદ શેરની પડતી નજરે પડી રહી છે.

આજે શેરમાં મોટો ઘટાડો

આજે શેર 18 ટકા આસપાસ ઘટાડો નોંધાવી ચુક્યો છે.આજે સપથના પહેલા દિવસે શેર 157.90 પર ખુલ્યો હતો જે નીચલા સ્તરે 140.30 સુધી પટકાયો હતો. શેરની 52-wk high 259.95 જયારે 52-wk low 140.35 છે. આજે શેર 140.35 ની નીચલી સપાટીએ સરક્યો છે.

  • Delta Corp Ltd   145.25  −30.15 (17.19%) – 25 Sept, 10:51 am

એક મહિના પહેલા કંપનીનાના મુખ્ય નાણાકીય અધિકારીએ રાજીનામું આપ્યું હતું. બે મહિના પહેલા કંપનીએ માહિતી આપી હતી કે તેના ઓનલાઈન ગેમિંગ બિઝનેસની પ્રારંભિક જાહેર ઓફરને રોકી દેવામાં આવી છે. આ ત્રણ મહિના પહેલા કેસિનો માટે ગ્રોસ બેટ વેલ્યુ પર 28 ટકા GST વસૂલવાની સરકારની જાહેરાતને અનુસરે છે. 22 સપ્ટેમ્બર 2023 એ ટેક્સ વિભાગનો દાવો ડેલ્ટા કોર્પની છેલ્લી બંધ માર્કેટ કેપ 3.5x છે અને કંપનીની છેલ્લા દાયકાની આવક કરતાં બમણી છે.

શું કંપની આ ટેક્સ નોટિસ સામે લડત આપી શકશે?

દાવો કરાયેલી રકમ જુલાઈ 2017 થી માર્ચ 2022 દરમિયાન કેસિનોમાં રમાયેલી તમામ રમતોના કુલ શરત મૂલ્ય પર આધારિત છે જ્યારે નવો GST નિયમ ઓક્ટોબર 2023 થી જ અમલમાં આવ્યો છે.

તદુપરાંત, ગ્રોસ ગેમિંગ રેવન્યુને બદલે ચિપ્સના કુલ મૂલ્ય પર GSTની માંગ એ ઉદ્યોગનો મુદ્દો છે અને સરકારને વિવિધ રજૂઆતો કરવામાં આવી છે.

ડેલ્ટા કોર્પે તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “કંપનીને કાયદેસર રીતે સલાહ આપવામાં આવી છે કે ટેક્સની માંગ મનસ્વી અને કાયદાની વિરુદ્ધ છે અને કંપની આવી ટેક્સ માંગ અને સંબંધિત કાર્યવાહીને પડકારવા માટે તેની પાસે ઉપલબ્ધ તમામ કાનૂની ઉપાયોને અનુસરશે.”

ડેલ્ટા કોર્પ માટે જે બાબત વધુ મજબૂત બનાવે છે તે ઝિયા મોદીનું સમર્થન છે એમ નામ ન આપવાની શરતે એક વિશ્લેષકે જણાવ્યું હતું. ઝિયા મોદીએ ડેલ્ટા કોર્પના પ્રમોટર જયદેવ મોદી સાથે લગ્ન કર્યા છે અને તે AZB એન્ડ પાર્ટનર્સના સહ-સ્થાપક છે જે ભારતની અગ્રણી કાયદાકીય પેઢીઓમાંની એક છે. “તેણી એશિયાની સૌથી મોટી કોર્પોરેટ એટર્નીઓમાંની એક છે તેમ વિશ્લેષકે કહ્યું હતું .


Spread the love

Related posts

SBI અમૃત-કલશ યોજનામાં 15 ઓગસ્ટ સુધી રોકાણ કરવાની તક:જેમાં સિનિયર સીટીઝનને 7.60% અને અન્યને 7.10% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે

Team News Updates

હિંડનબર્ગના રિપોર્ટ પછી ટીંગો શેર 50% ઘટ્યા:યુએસ ફર્મે ટીંગો ગ્રુપને કૌભાંડ ગણાવ્યું, નિવેદનમાં ઘણી ભૂલો જોવા મળી

Team News Updates

1.76 લાખ કરોડના ગોદરેજ ગ્રુપના પડી શકે છે ભાગલા, 126 વર્ષ જૂની છે કંપની

Team News Updates