દિવાળી પહેલાં જ ગોવાની ફ્લાઇટનું ભાડું બમણું થઈ 6,500 પર પહોંચ્યું, દિલ્હીનું 3 હજારથી વધીને 8 હજાર થઈ ગયું

0
241
  • ઉત્તર ભારત તેમજ કેરળ જતી ટ્રેનો હાઉસફુલ, જોકે મુંબઈની ટ્રેનોમાં સીટ ખાલી

કોરોનાને લીધે દિવાળીની રજાઓમાં આ વર્ષે દૂરનાં સ્થળોએ ફરવા જવાનું લોકો ટાળી રહ્યા છે. અમદાવાદથી અન્ય શહેરોમાં જતી ફ્લાઈટમાં હજુ પણ બુકિંગ મળે છે, પણ દિલ્હી, ગોવા સહિત કેટલાંક શહેરોનાં ભાડાંમાં વધારો થયો છે. દિવાળી પહેલાં ડિમાન્ડ વધતાં ભાડામાં હજુ વધારો થવાની શક્યતા છે. અમદાવાદથી દિલ્હીનું રેગ્યુલર ભાડું 3000થી 3500 રૂપિયાની સામે હાલ 8000 રૂપિયાને પાર કરી ગયું છે. એ જ રીતે કેરળ અને ગોવા જતી ફ્લાઈટનાં ભાડાંમાં પણ વધારો થયો છે. એની સામે અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે અને ટિકિટ પણ મળતી નથી. એની સામે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનોમાં સીટ હજુ પણ ખાલી પડી રહી છે.

આ વર્ષે કોરોના મહામારીને પગલે ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ છે, તેથી વિદેશ ફરવા જવા કોઈ ડિમાન્ડ નથી. જ્યારે અન્ય રાજ્યોમાં ફરવા જતા લોકોની સંખ્યા હાલ ઓછી છે. મોટા ભાગના લોકોએ પોતાના વાહનથી જ ગુજરાતમાં કે નજીકનાં સ્થળોએ ફરવાનું નક્કી કરતાં આવા ટૂરિસ્ટ સ્થળોએ મોટા ભાગનું બુકિંગ ફુલ થઈ ગયું છે. સરકારે પણ ધીમે ધીમે છૂટ આપતાં હવે ગોવા અને કેરળની ડિમાન્ડ વધી રહી છે. અમદાવાદથી ગોવા અને ત્રિવેન્દ્રમ જતી ફ્લાઈટોનાં ભાડાંમાં પણ હવે વધારો શરૂ થઈ ગયો છે. જ્યારે ઉત્તર ભારતની ટ્રેનો ફુલ થતાં હવે વારાણસી અને લખનઉ જતી ફ્લાઈટમાં લોકોએ બુકિંગ શરૂ કરાવ્યું છે તેમ છતાં હજુ એમાં સીટ મળી રહી છે. ટ્રેન દ્વારા અમદાવાદથી દિલ્હી જવા માટે દિવાળી પહેલાં રાજધાની એક્સપ્રેસમાં સીટ ઉપલબ્ધ છે, એની સામે આશ્રમ એક્સપ્રેસ અને ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હાઉસફુલ થઈ ગઈ છે. એ જ રીતે અમદાવાદથી મુંબઈ જવા માટે સીટ ઉપલબ્ધ છે, પરંતુ રાજસ્થાન તરફથી આવી મુંબઈ તરફ જતી ટ્રેનો ફુલ થઈ ગઈ છે.

અમદાવાદથી મુખ્ય શહેરોનું વિમાન ભાડું

શહેરરેગ્યુલર ભાડું રૂ.વધેલું ભાડું રૂ.
ગોવા3000-35006000-6500
ત્રિવેન્દ્રમ4000-45006500-7000
દિલ્હી2500-30007500-8000
મુંબઈ2500-30006000-6500
વારાણસી3500-40005500-6000

ઉત્તર ભારતની ટ્રેનોમાં લાંબું વેઈટિંગ લિસ્ટ

શહેરસીટિંગસ્લીપરથર્ડ ACસેકન્ડ AC
દિલ્હી10130412038
વારાણસી11534011147
પટના10635016868
હાવડા411393517
પુરી2679105

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here