News Updates
ENTERTAINMENT

આ ભારતીય ક્રિકેટરે રાત્રે 2 વાગ્યે તેની ગર્લફ્રેન્ડને મળવા માટે 300 કિલોમીટરની સફર કરી, કેન્ડલ લાઈટ ડિનર પર પ્રપોઝ કર્યું

Spread the love

હનુમા વિહારી (Hanuma Vihari)નો જન્મ 13 ઓક્ટોબર 1993ના રોજ થયો છે જે ભારતીય સ્થાનિક ક્રિકેટમાં આંધ્ર પ્રદેશ માટે રમે છે.લાંબા સમય સુધી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હનુમા વિહારીએ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી.

ભારતીય ટેસ્ટ ટીમનો ખેલાડી હનુમા વિહારીને જોઈને લાગે છે કે, આ ખેલાડી ખુબ શાંત સ્વભાવનો હશે પરંતુ જ્યારે પ્રેમની વાત આવે તો વિહાર અલગ જ છે. ખેલાડી ખુલ્લા દિલે પોતાને વાત રાખે છે. પોતાની પત્નીને પ્રપોઝ કરવા માટે વિહારીએ કોઈ તક છોડી નથી. રાત્રે લોગ ડ્રાઈવ કરી 2 વાગ્યે તેના ઘરે પહોંચ્યો હતો તેમજ સ્પેશિયલ પ્રપોઝ કર્યું હતુ. વિહારીએ પ્રિતીને મનાવવા કોઈ કસર છોડી નથી અમ કહી શકાય.

વિહારી અને પ્રીતિના લગ્ન 19 મે 2019ના રોજ થયા હતા. વિહારીએ જ્યારે ક્રિકેટની દુનિયામાં પ્રવેશ્યો હતો પ્રીતિ ફેશન ડિઝાઈનર છે. વિહારીએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ કેન્ડલ લાઈટ ડિનર પર પ્રીતિને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ.

વિહારી પ્રીતિને ખુબ પ્રેમ કરતો હતો. આ વાતનો અંદાજો એ પરથી લઈ શકાય કે, તે 300 કિલોમીટર ગાડી ચલાવી રાત્રે અંદાજે 2 કલાકે પ્રીતિના ઘરે પહોંચ્યો હતો અને એ પણ ઈડલી સાંભાર અને બિરાયાની લઈને.

વિહારી અને પ્રીતિની મુલાકાત એક કોમન ફેન્ડ દ્વારા થઈ હતી. શરુઆતમાં વધારે વાત થતી નહિ પરંતુ ધીરે ઘીરે વાત વધવા લાગી. બંન્ને 7 વર્ષ સુધી ડેટ કરી અને ત્યારબાદ વિહારીએ પ્રપોઝ કર્યું હતુ. પરિવારના સભ્યોને મનાવ્યા બાદ બંન્નેએ લગ્ન કર્યા હતા.

હનુમા વિહારીએ સપ્ટેમ્બર 2018માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ રમી હતી. પહેલી જ મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી અને 56 રન બનાવ્યા હતા.

7મી જુલાઈએ આ ખેલાડીના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે.હનુમા વિહારીએ પોતાના પુત્રનું નામ ઈવાન કિશ રાખ્યું છે. તેમની પત્નીએ પણ પુરા પરિવાર સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.


Spread the love

Related posts

આલિયા ભટ્ટ બીજી વાર મા બનશે? ઘણાં બાળકો કરવા ઉત્સુક છું,ફ્યુચર પ્લાનિંગ વિશે રાહાની મમ્મીએ કહ્યું,’ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરવી છે

Team News Updates

રાંચીમાં ભારતની જીતનો હીરો બન્યો ધ્રુવ જુરેલ, ચાહકો કહી રહ્યા છે Next ધોની

Team News Updates

બેડમિન્ટન… ત્રિશા-ગાયત્રીની જોડી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી:મહિલા ડબલ્સના બીજા રાઉન્ડમાં ચાઈનીઝ તાઈપેઈની જોડીને હરાવી

Team News Updates