News Updates
SURAT

Suratના 157 લોકોને Vietnamમાં બંધક બનાવાયા, 1 કરોડની વસુલાત માટે ટૂર ઓપરેટરનું કારસ્તાન

Spread the love

સુરતથી વિદેશયાત્રા(foreign trip)એ નીકળેલા લોકોને પરદેશમાં બંધક(hostage) બનાવાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ સાથે નાણાકીય તકરારમાં ટૂર ઓપરેટરે 157 લોકોને વિયેતનામ(Vietnam)માં બનાવ્યા હતા. 1 કરોડ રૂપિયા કરતા વધુ રકમની વસુલાત માટે આ પ્રવાસીઓને બંધક બનાવાયા હતા.

સુરતથી વિદેશયાત્રા(foreign trip)એ નીકળેલા લોકોને પરદેશમાં બંધક(hostage) બનાવાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ સાથે નાણાકીય તકરારમાં ટૂર ઓપરેટરે 157 લોકોને વિયેતનામ(Vietnam)માં બનાવ્યા હતા. 1 કરોડ રૂપિયા કરતા વધુ રકમની વસુલાત માટે આ પ્રવાસીઓને બંધક બનાવાયા હતા. જોકે બાદમાં ગુજરાતના કેટલાક મધ્યસ્થીઓએ મામલો હલ કરાવી તમામને મુક્ત કરાવ્યા છે.

વિદેશ પ્રવાસ દરમિયાન ઘટના બની

સુરતના 157 લોકોને વિયેતનામમાં બંધક બનાવાયા હતા. સૂત્રો અનુસાર ટૂર ઓપરેટર દ્વારા ટૂર પ્લાનિંગની બાકી રકમની વસુલાત માટે આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. વિદેશી ધરતી ઉપર આ પ્રકારની ઘટના બનતા ભારતીય પ્રવાસીઓ ભયભીત બન્યા હતા.

ભારતીય દૂતાવાસ દ્વારા મુક્ત કરાવાયા

ભારતીયોને વિયેતનામમાં બંધક બનાવાયા હોવાની ઘટનાની જાણ સુરત સ્થિત પરિવારજનોને કરવામાં આવતા સ્વજનો ચિંતિત બન્યા હતા. આ બાબત ભારતીય દૂતાવાસના ધ્યાન ઉપર લાવવામાં આવી હતી. આખરે ભારતીય દૂતાવાસના અધિકારીઓની મધ્યસ્થીથી 10 કલાક બાદ સુરતીઓનો હેમખેમ છુટકારો થયો હતો. 10 કલાક સુધી બંધક બનાવી રાખવાના કારણે પ્રવસીઓમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આખરે ભારત સરકારના પ્રયાસોથી રાહતના સમાચાર આવ્યા હતા.

સુરતથી 350લોકો વિદેશ પ્રવાસ ગયા હતા

સૂત્રો તરફથી મળી માહિતી અનુસાર સુરતના લેઉવા પાટીદાર સમાજના 350 લોકો વિયેતનામ ફરવા ગયા હતા. આ માટે એક ટૂર ઓપરેટર સાથે કરાર કરવામાં આવ્યો હતો. ટૂરની નક્કી કરાયેલી રકમ ટૂર ઓપરેટરને મળી ન હોવાના આક્ષેપ સાથે તેણે પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. સુરતના ટૂર ઓપરેટરે 1.07 કરોડ નહીં ચૂકવ્યાનો આક્ષેપ સાથે પ્રવાસીઓને એરપોર્ટ પર અટકાવ્યા હતા.

લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા વિયેતનામ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ બાદ 12 ઓક્ટોબરે સુરત આવવા નીકળેલા ગ્રૂપના સભ્યોને વિયેતનામમાં અટકાવ્યા હતા. આ સાથે વિવાદિત રકમ ચુકવવાની માંગણી પણ કરવામાં આવી હતી. ગંભીર સ્વરૂપ ધારણ કરી રહેલા મામલામાં આખરે ભારતીય દૂતાવાસના અધિકારીઓએ વાતચીત દ્વારા હાલ કાઢ્યો હતો. આખરે  તમામ સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે.


Spread the love

Related posts

TAPI:40 લાખ ઉઠાવી ગયા તસ્કરો ATM તોડી :SBIના ATMમાં લાગેલા CCTV પર સ્પ્રે માર્યો ને ગેસકટરથી મશીન કાપ્યું; પળવારમાં લાખોની ઉઠાંતરી કરી રફુચક્કર

Team News Updates

સુરતના બ્રિજ પર બનાવવામાં આવ્યા ઈન્ડિયન આર્મીના મિશનના પેઈન્ટિંગ

Team News Updates

ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત, 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપશે, જાણો તેમના અન્ય કાર્યક્રમ

Team News Updates