ધારાસભ્યો સામેના પડતર કેસોની સુનાવણી શરૂ, કાંધલ જાડેજા સામેના 15 કેસની કાર્યવાહી હાથ ધરાઈ

0
166
  • જાડેજા વિરૂદ્ધ હથિયાર, ખંડણી, હુમલો, રમખાણ, નકલી દસ્તાવેજો સહિતના ગુનાઓ છે

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે નેતાઓ સામેના કેસની સુનાવણી હવે ઝડપી કરવામાં આવે છે જેના પગલે કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પડતર કેસની સુનાવણીની શરૂઆત થઇ ગઇ છે. સોમવારે કાંધલ જાડેજા વિરૂદ્ધ હાલમાં જે 15 કેસો પેન્ડિંગ છે તે કેસની સુનાવણી ચાલી રહી છે. ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ ગેરકાયદેસર હથિયાર, ખંડણી, હુમલો, રમખાણ, કસ્ટડીમાંથી ફરાર થવું અને નકલી દસ્તાવેજો સહિતના ગુનાઓ સામેલ છે.

આગામી દિવસોમાં અન્ય ધારાસભ્યોના કેસો પણ ચાલશે
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટોને નિર્દેશ આપ્યો છે કે, ગુજરાતના વર્તમાન અને પૂર્વ સાંસદો તેમજ ધારાસભ્યો વિરૂદ્ધ ચાલી રહેલા કેસોની નિયમિત સુનાવણી યોજી સત્વરે તેનો નિકાલ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટમાં કાંધલ જાડેજા સામેના પડતર કેસોની સુનાવણી પણ શરૂ કરી દેવામાં આવી છે. કાંધલ સામેના કેસની સુનાવણી સોમવારથી શરૂ કરી દેવાઈ છે અને આગામી દિવસોમાં અન્ય ધારાસભ્યોના કેસો પણ ચાલશે.

2017ની ચૂંટણીમાં જાડેજાની એફિડેવિટમાં 15 કેસો નોંધાયેલા
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં પોરબંદરમાં એક હત્યા કેસમાં કાંધલ જાડેજાને નિર્દોષ છોડી મૂકાયા હતાં. જેની સામે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં શરૂ થઈ છે. નોંધનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ કરેલી એફિડેવિટમાં પોરબંદર, રાજકોટ અને અમદાવાદમાં કુલ 15 કેસો નોંધાયેલા છે. ત્યારે પોતાના વિસ્તારમાં દબંગ તરીકે છાપ ઊભી કરનાર કાંધલ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થશે તેવી શક્યતાઓ છે.

કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો સામે પેન્ડિંગ કેસ
વિરજી ઠુમ્મર
પૂનમભાઈ પરમાર
જશુભાઈ પટેલ
કનુભાઈ બારૈયા
ચંદ્રિકાબેન મોહનિયા
ભગાભાઈ બારડ (ચાર કેસ પેન્ડિંગ)
વિક્રમ માડમ
હર્ષદ રિબડીયા
વિમલ ચૂડાસમા
બાબુભાઈ વાજા
ભીખા જોશી
અજિતસિંહ ચૌહાણ
લલિતભાઈ કગથરા
લલિતભાઈ વસોવા (બે કેસ પેન્ડિંગ)
અનંતકુમાર પટેલ (બે કેસ પેન્ડિંગ)
મંગલભાઈ ગાવિત
કિરીટભાઈ પટેલ (બે કેસ પેન્ડિંગ)
મોહમ્મદ પીરઝાદા
અશ્વિનભાઈ કોટવાલ (બે કેસ પેન્ડિંગ)

ભાજપના વર્તમાન ધારાસભ્ય સામે પેન્ડિંગ કેસ
બાબુ જમના પટેલ (બે કેસ પેન્ડિંગ)
શશિકાંત પંડ્યા
પુરષોત્તમ સોલંકી (બે કેસ પેન્ડિંગ)
રમેશભાઈ કટારા
ધર્મેન્દ્રસિંહ જાડેજા (ત્રણ કેસ પેન્ડિંગ)
રાઘવજી પટેલ (બે કેસ પેન્ડિંગ)
પ્રદીપસિંહ જાડેજા
નીમાબેન આચાર્ય
પરસોત્તમ સાબરિયા
રાજેન્દ્રસિંહ ચાવડા
શૈલેષભાઈ મહેતા
યોગેશ પટેલ (બે કેસ પેન્ડિંગ)
કેતનભાઈ ઈનામદાર (બે કેસ પેન્ડિંગ)
જયેશ રાદડિયા
પૂર્વ સાંસદો-ધારાસભ્યો સામે પેન્ડિંગ કેસ
નલિન કોટડિયા (બે કેસ પેન્ડિંગ)
દિલીપભાઈ પટેલ- પૂર્વ સાંસદ
જયંત બોસ્કી
રેખાબેન મનોજકુમાર ખાનેસા
ગોવા રબારી (બે કેસ પેન્ડિંગ)
અલ્પેશ ઠાકોર
મહંત મહેશગિરિ
કનુભાઈ કલસરિયા (બે કેસ પેન્ડિંગ)
મહેશભાઈ ભુરિયા
અંમિત ચૌધરી
દેવજીભાઈ ફતેહપુરા- પૂર્વ સાંસદ
મેરામણ ગોરિયા
વિરજી ઠુમ્મર (બે કેસ પેન્ડિંગ)
દીનુ બોઘા સોલંકી (સાંસદ)
છબીલ પટેલ
પ્રદ્યુમનસિંહ જાડેજા
કાંતિલાલ અમૃતિયા
મહેન્દ્રસિંહ બારિયા
શંકરભાઈ વેગડ (સાંસદ)
કિશનભાઈ પટેલ (સાંસદ)

અન્ય વર્તમાન ધારાસભ્યો વિરુદ્ધ પેન્ડિંગ કેસ
જિજ્ઞેશ મેવાણી- IND (ચાર પેન્ડિંગ કેસ)
છોટુ વસાવા- BTP (પાંચ કેસ પેન્ડિંગ)
મહેશ વસાવા- BTP (બે કેસ પેન્ડિંગ)
કાંધલ જાડેજા- NCP (પાંચ કેસ પેન્ડિંગ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here