ફ્રાન્સે અલ કાયદા પર હુમલો કર્યો, માલીમાં કર્યો હવાઇ હુમલો, ૫૦ આતંકવાદીઓ માર્યા ગયા

0
223

પાછલા દિવસોમાં ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર યુરોપમાં હલચલ મચી ગઈ છે. આ દરમિયાન ફ્રાન્સે આતંકવાદી સંગઠન અલકાયદા પર હુમલો કરાવ્યો છે. ફ્રેન્ચ સંરક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર ફ્રેન્ચ સેનાએ માલીમાં હવાઈ હુમલો કર્યો છે, જેમાં ૫૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સિવાય લગભગ ચાર આતંકવાદીઓને જીવંત પકડવામાં આવ્યા છે. ફ્રાન્સમાં પૈગંબર મોહમ્મદના કાર્ટૂન બનાવવાના વિવાદના પગલે કેટલાક શહેરોમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ બની હતી. જે બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ હિંસાને ટેકો નહી આપે તો તેમને પાઠ ભણાવવામાં આવશે.

ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લેના જણાવ્યા અનુસાર, ૩૦ ઓક્ટોબરે, ફ્રેન્ચ સૈન્યએ માલીમાં હવાઈ હુમલો કર્યો છે, જેમાં પચાસથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અને હથિયારોને ઘણું નુકસાન પહોંચ્યું છે. ફ્રાંસ દ્વારા સોમવારે જ આ હવાઇ હુમલા અંગેની માહિતી શેર કરવામાં આવી હતી. 

ફ્રેન્ચ સૈન્ય દ્વારા પશ્ચિમ આફ્રિકાના બુર્કીના ફાસો અને નાઇજરની સરહદ પર ડ્રોન અને મિરાજનો ઉપયોગ લેવામાં આવ્યો છે, જ્યાં ફ્રેન્ચ સૈન્ય ઇસ્લામિક આતંકવાદ સામે લડવામાં મશગૂલ છે. ફ્રેન્ચ સૈન્યએ મિરાજ જેટ, ડ્રોનનો આશરો લીધો અને ત્રીસથી વધુ મોટરસાયકલોનો નાશ કર્યો જેનો આતંક મચાવ્યો હતો. ફ્રાંસ સરકારના જણાવ્યા અનુસાર આ આતંકીઓની અલકાયદા સાથે સંબંધો હતા. આ લોકો ઇસ્લામ અને મુસ્લિમ સંગઠનોના જૂથ માટે કામ કરતા હતા. તે સમયે જ્યારે આતંકીઓ મોટરસાયકલ પર ઝુંડમાં જઇ રહ્યા હતા, ત્યારે ફ્રેન્ચ સૈન્યએ તેમને જોયા બાદ ડ્રોનના માધ્યમથી તેમના પર હુમલો કર્યો.

ફ્રાન્સ ઘણાં હુમલાનો ભોગ બન્યું છે


તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં થોડા દિવસો પહેલા એક કાર્ટૂન અંગે વિવાદ થયો હતો, ત્યારબાદ બે-ત્રણ શહેરોમાં આતંકવાદી હુમલા થયા છે. પેરિસ અને ત્યારબાદ નાઇસમાં લોન વુલ્ફ આતંકવાદી હુમલાઓ  થયા છે, જેમાં ઘણા લોકોના મોત નીપજ્યા છે. તે જ સમયે, ચર્ચના પૂજારી પર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.