મુખ્યમંત્રીએ પૂછ્યું, રાજકોટના બ્રિજ પ્રોજેકટ કેટલે પહોંચ્યા ?

0
179

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહાપાલિકાના પદાધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખ તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતની સમગ્ર ટીમને ગાંધીનગર બોલાવી રાજકોટમાં ચાલતા વિકાસ કામો અને પેન્ડિંગ કામો અંગેનો રીવ્યુ લીધો હતો.

સતત અઢી કલાક સુધી મીટીંગ ચાલી હતી જેના અંતે આગામી દિવસોમાં કેટલા વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ શકે તેમ છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી. રાજકોટની ટ્રાફિક સમસ્યાથી ચિંતિત મુખ્યમંત્રીએ પદાધિકારીઓ અને કમિશનરને પૂછ્યું હતું કે કેકેવી ચોક ઓવરબ્રિજ સહિતના રાજકોટના બ્રિજ પ્રોજેકટ કેટલે પહોંચ્યાં ? મુખ્યમંત્રીએ આજે ફક્ત રાજકોટ મહાનગર માટે જ ખાસ રિવ્યુ મિટિંગ બોલાવી હતી. આ બેઠકમાં મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિન મોલિયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ , શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શાસક નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલએ ગાંધીનગર બેઠકમાં હાજરી આપી હતી. સવારે 10-30 કલાકે મિટિંગ શરૂ થઇ અને લંબાણપૂર્વકની ચચર્િ વિચારણાના અંતે બપોરે એક કલાકે પૂર્ણ થઇ હતી. રીવ્યુ મિટિંગમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નાના-મોટા વિઘ્નો અને પડકારો તો આવ્યા કરે પરંતુ વિકાસ કામો કોઇપણ સંજોગોમાં અટકવા ન જોઇએ.


દરમિયાન આ આ અંગે મેયર બીનાબેન આચાર્યએ ગાંધીનગર ખાતેથી આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથેની રીવ્યુ બેઠક અંતર્ગત કે.કે.વી ચોક ઓવરબ્રિજ પ્રોજેક્ટ, નાનામવા ચોકડી ઓવરબ્રિજ પ્રોજેક્ટ, રામાપીર ચોકડી ઓવરબ્રિજ પ્રોજેકટ, જડૂસ ચોક ઓવરબ્રિજ પ્રોજેક્ટ સહિતના ટેન્ડર તબક્કે રહેલા બ્રિજ પ્રોજેકટ તેમજ હાલ જે પ્રોજેક્ટનું કામ ચાલુ છે તેમાં આમ્રપાલી બ્રિજ, સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ અને લક્ષ્મીનગર બ્રિજ પ્રોજેક્ટનું સ્ટેટસ મુખ્યમંત્રીએ મેળવ્યું હતું. ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે નિમર્ણિાધીન બ્રિજ પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ થાય અને ટેન્ડરના તબક્કે રહેલા બ્રિજ ની કામગીરી ઝડપથી શરૂ થાય તે માટે તેમણે તાકીદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ઓવરબ્રિજના પ્રોજેક્ટ ઉપરાંત અર્બન ફોરેસ્ટ, અટલ સરોવર, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, નલ સે જલ યોજના, નવા ભળેલા ગામોને સુવિધાઓ આપવાની યોજના, વિવિધ આવાસ યોજનાઓ સહિતની બાબતોનો મુખ્યમંત્રીએ રીવ્યુ લીધો હતો અને જરૂરી સૂચનાઓ આપી હતી.

  • રાજકોટમાં નલ સે જલ યોજના સફળ બનાવો; મુખ્યમંત્રીએ ટકોર કરવી પડી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રોજેક્ટ ની ચચર્િ બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હાલમાં જે યોજનાને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે તે નલ સે જલ યોજના અને રાજકોટમાં સફળ બનાવો તેમ કહી ટકોર કરવી પડી હતી.

  • નવા ભળેલા પાંચ ગામોને કેટલી પ્રાથમિક સુવિધા અપાઇ? સીએમએ ચિંતા વ્યક્ત કરી

મહાપાલિકાના પદાધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં નવા ભળેલા પાંચ ગામો માધાપર, મનહરપુર-1, મુંજકા, ઘંટેશ્વર અને મોટામવાની ચિંતા વ્યક્ત કરી હતી અને આ પાંચ ગામોને હાલ સુધીમાં મહાપાલિકા તંત્ર દ્વારા કેટલી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી છે તે અંગેની પૂછપરછ કરી હતી.

  • એઈમ્સ, એરપોર્ટ સહિતના પ્રોજેકટ સંદર્ભે કલેકટર સાથે પણ સમીક્ષા બેઠક


રાજકોટની ભાગોળે જામનગર રોડ પર પરા પીપળીયા નજીક નિમર્ણિ પામી રહેલ એઈમ્સ અને રાજકોટ -ચોટીલા તાલુકાની બોર્ડર પર આવેલા હિરાસર ગામ નજીક તૈયાર થતા આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકોટના નવા એરપોર્ટ પ્રોજેક્ટ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગાંધીનગરમાં રાજકોટ જિલ્લા કલેકટર રમયા મોહને સમીક્ષા બેઠક યોજી હતી.


એરપોર્ટના પ્રોજેક્ટમાં 40 ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે અને બાકીની કામગીરી 2021 ના અંત સુધીમાં અથવા તો 2022 ના પ્રારંભ સુધીમાં પૂરી થઈ જશે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટરે મુખ્યમંત્રીને વાકેફ કયર્િ હતા. એરપોર્ટના પ્રોજેક્ટના સ્થળે આવેલા સિમેન્ટ ફેક્ટરી સહિતના દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે તે બાબતે પણ કલેક્ટરે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી.


એઈમ્સના પ્રોજેક્ટમાં કામગીરી શરૂ થઈ છે અને તે ઝડપભેર આગળ વધે તે માટે સબંધિત એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. પીડબલ્યુડી, સિંચાઈ, પીજીવીસીએલ, એરપોર્ટ ઓથોરિટી સહિત અનેક એજન્સીઓ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી હોવાથી તમામ સાથે સંકલન સાધીને આ કામમાં કોઇ રૂકાવટ ન આવે અને ઝડપથી કામ પૂરું થાય એ માટે મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here