ઐતિહાસિક વારસો / પાકિસ્તાનમાંથી 1300 વર્ષ જૂનુ ગાંધર સંસ્કૃતિનું વિષ્ણુમંદિર મળી આવ્યું

0
77

પાકિસ્તાન અને ઇટાલિયન પુરાતત્ત્વીય નિષ્ણાતો દ્વારા ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના સ્વાટ જિલ્લાના એક પર્વતમાંથી 1,300 વર્ષ જૂનું હિન્દુ મંદિર મળી આવ્યું છે. આ મંદિરની શોધ બારીકોટ ખાંડાઇ ખાતે ખોદકામ દરમિયાન કરવામાં આવી હતી. એક માહિતી અનુસાર, આ મંદિર ભગવાન વિષ્ણુનું છે અને અહીં હિન્દુ શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું.

  • આ મંદિર ગાંધર સંસ્કૃતિનું પહેલું મંદિર હતું 
  • હિન્દુ રાજવંશ શાસન કરતો હતો
  • તળાવ પણ મળી આવ્યું

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના પુરાતત્ત્વીય વિભાગના વરિષ્ઠ અધિકારી ફઝલે ખલીકે ગુરુવારે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે ભગવાન વિષ્ણુની મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે અને તેની પૂજા ઘણા વર્ષો પહેલા કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મંદિર હિન્દુ રાજવી કાળ દરમિયાન 1,300 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન મંદિરના સ્થળની પાસે રક્ષક માટેના છાવણીઓ અને મીનારા પણ મળી આવ્યા છે. 

તળાવ પણ મળી આવ્યું

નિષ્ણાંતોએ મંદિરની પાસે પાણીનું તળાવ પણ શોધી કાઢ્યું છે. આ તળાવમાં ભક્તો અહીં પૂજા પહેલા સ્નાન કરતા હશા.આ ક્ષેત્રમાં પ્રથમ વખત હિન્દુ શાહી કાળના નિશાન મળ્યાં છે. ખલીકે જણાવ્યું હતું કે સ્વાત જિલ્લો એક હજાર વર્ષ જુનો પુરાતત્ત્વીય સ્થળો છે અને હિંદુ શાહી કાળના નિશાન આ વિસ્તારમાં પ્રથમ વખત મળી આવ્યા છે.

આ ગાંધર સંસ્કૃતિનું પહેલું મંદિર

મળતી માહિતી મુજબ આ સ્થાન 850 થી 1026 એડી સુધી હિન્દુ શાહી અથવા કાબુલ શાહી રહ્યું છે. કાબુલ ખીણ (પૂર્વી અફઘાનિસ્તાન), ગાંધાર (આધુનિક પાકિસ્તાન) અને હાલના ઉત્તર પશ્ચિમ ભારતમાં શાસન કરનાર એક હિન્દુ રાજવંશ હતો. ઇટાલીના પુરાતત્ત્વીય મિશનના વડા ડો. લુકાએ જણાવ્યું હતું કે સ્વાત જિલ્લામાં શોધાયેલ આ ગાંધર સંસ્કૃતિનું પહેલું મંદિર હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here