ગુજરાતના આ શહેરમાં કોરોના બેકાબુઃ ગંભીર દર્દીઓનો આંકડો ચોંકાવનારો

0
111

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના 4 મહાનગરોમાં કોરોનાના વધતા કેસને લઇને રાત્રિ કર્ફ્યું લગાવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના સુરત શહેરમાં એકવાર ફરી કોરોના વકરતો જોવા મળી રહ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 37 તેમજ સ્મીમેર હોસ્પિટલમાં 18 દર્દીઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

  • સુરતમાં કોરોનાનો કહેર યથાવત
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 55 દર્દીની હાલત ગંભીર
  • દર્દીઓની હાલત ગંભીર થતા તંત્રની ચિંતામાં વધારો

સુરત શહેરમાં કોરોના વાયરસ વકરતો જોવા મળી રહ્યો છે. જેમાં સિવિલ  હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં કુલ 55 દર્દીઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. 

જો શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો કુલ 62 દર્દીઓમાંથી 37 દર્દીઓની હાલત ગંભીર છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 26 કોરોના સંક્રમિતમાંથી 18 હાલત ગંભર છે. 

જ્યારે સિવિલ હોલ્પટલમાં 5 દર્દી વેન્ટિલેટર પર 13 બાઇપેપ પર અને 19 દર્દીઓ ઓક્સિજન પર જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 1 દર્દી વેન્ટિલટર પર, 11 બાઇપેપ અને 6 દર્દી ઓક્સિજન પર હોવાનું સામે આવ્યું છે. આમ શહેરમાં હાલ કોરોનાના કારણે સ્થિતિ વણસતા તંત્રમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. 

 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હાલમાં વધેલું જોવા મળ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ વધુ 1487 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના કારણે એક જ દિવસમાં 17 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 4 મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 344, સુરતમાં 270, વડોદરામાં 172 તેમજ રાજકોટમાં 154 નવા કેસ નોંધાયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here