કોવિડ-૧૯ મહામારીમાં પરીક્ષાની ક્ષણોમાંથી મિડીયા સફળતાપૂર્વક ઉતીર્ણ થયું છે : કૌશિકભાઈ મહેતા

0
76

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે પ્રેસ ડે સંદર્ભે વેબિનાર યોજાયો


જામનગર ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી જામનગર દ્રારા તા.૧૬ નવેમ્બર પ્રેસ ડે સંદર્ભે કોવિડ-૧૯ મહામારી દરમિયાન મીડિયાની ભુમિકા અને તેની અસર પર આજે વેબિનાર યોજાયો હતો.
    
મુખ્ય વક્તા વરિષ્ડ પત્રકાર અને ફૂલછાબ દૈનિક અખબારના તંત્રી કૌશિકભાઈ મહેતાએ સૌ ને નવા વર્ષની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માહિતી વિભાગ દ્રારા પ્રેસ ડે સંદર્ભે વેબીનારનું આયોજન કરવામાં આવતા આજે જામનગરના મીડીયા કર્મીઓ સાથે જોડાવાનો અવસર મળ્યો છે. કોરોના મહામારીના સમયમાં ધંધા-રોજગાર, ઉધોગ સહિતના તમામ ક્ષેત્રમાં તેની માઠી અસર પડી છે. મહામારીના કપરા સમયમાં મીડીયાને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કોરોના કાળમાં મીડીયા કર્મીઓએ જીવના જોખમે માહિતી મેળવી પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડિયાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડી અસરકારક ભુમિકા ભજવી છે. આ મુશ્કેલીના સમયમાં લોકોની માનસિક સ્થિતિ ન બગડે તે માટે મીડિયાએ લોકોને તકેદારી રાખવા, માસ્ક પહેરવા અને સામાજીક અંતર રાખવા માટે સુચવ્યું હતું. સાથો સાથ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોલીસ વિભાગ અને સફાઈ કર્મચારીઓએ પણ કોરોના કાળમાં તેમની ફરજ બજાવી હતી.
   
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, માહિતા ખાતા દ્રારા કોરોના મહામારીના સમયમાં ખુબ સારી પોઝીટીવ સ્ટોરી કરી લોકોને સફળ સંદેશ આપ્યો હતો. કોરોના વાયરસથી મુક્ત થયાના દર્દીઓની સફળ સ્ટોરી અને ઘણી આવશ્યક બાબતોના બ્રેકીંગ કર્યા છે તે માટે માહિતી વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયાની અસર સમાજમાં ખુબ મહત્વની હોય છે. આજે પ્રિન્ટ મીડિયાની વિશ્ર્વનિયતા વધી છે. 

       
     આ તકે, પ્રેસ સચિવ અને સંયુકત માહિતી નિયામક પુલકભાઇ ત્રિવેદી દ્વારા પ્રેસ-ડે અને પ્રેસ કાઉંસિલ ઓફ ઇંડિયા તેમજ કોરોના મહામારી વિશે પત્રકાર મિત્રોને બૃહદ માહિતી આપી હતી. ખુબ સારા વક્તા કૌશિકભાઈ મહેતાના સફળ માર્ગદર્શનથી પત્રકાર મિત્રોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વેબિનારના પ્રારંભે માહિતી મદદનીશ દિવ્યાબેન ત્રિવેદીએ કાર્યક્રમની રૂપરેખા આપી જણાવ્યું કે, માહિતી વિભાગ દ્રારા કોરોના કાળમાં વેબીનારનું આયોજન કરી મીડિયા કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સહાયક માહિતી નિયામક ઉષાબેન કોટકએ આ વેબીનારના મુખ્ય વક્તા, મીડિયા કર્મી સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વેબીનારને સફળ બનાવવા જિલ્લા માહિતી કચેરી, જામનગરના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
                                         
અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here