News Updates
ENTERTAINMENT

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડે ગ્રેમી જીત્યો:આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ બન્યું, બાંસુરી વાદક રાકેશ ચૌરસિયાને પણ બે અવોર્ડ

Spread the love

66માં ગ્રેમી અવોર્ડમાં ભારતીય સિંગર શંકર મહાદેવન અને તબલાવાદક ઝાકિર હુસૈનને ગ્રેમી અવોર્ડ મળ્યો છે. બંને દિગ્ગજ કલાકારોના બેન્ડ ‘શક્તિ’ના આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમની કેટેગરીમાં આ અવૉર્ડ મળ્યો હતો. આ આલ્બમમાં કુલ 8 ગીતો છે.

શંકર મહાદેવન, જોન મેકલોફલિન, ઝાકિર હુસૈન, વી સેલ્વગણેશ અને ગણેશ રાજગોપાલન જેવા કલાકારો આ બેન્ડમાં સાથે કામ કરે છે. આ બેન્ડ ઉપરાંત બાંસુરી વાદક રાકેશ ચૌરસિયાએ પણ બે ગ્રેમી અવૉર્ડ જીત્યા છે.

‘ગ્રેમી અવૉર્ડ’ એસંગીતની દુનિયામાં આપવામાં આવતો સૌથી મોટો અવૉર્ડ છે. લોસ એન્જલસમાં Crypto.com એરેના ખાતે અવૉર્ડ સમારોહ યોજાઈ રહ્યો છે.

45 વર્ષ પછી રિલીઝ થયેલું પહેલું આલ્બમ, 1973માં શરૂઆત કરી
ફ્યુઝન બેન્ડ શક્તિએ 45 વર્ષ પછી તેનું પહેલું આલ્બમ બહાર પાડ્યું, જેને સીધો ગ્રેમી અવૉર્ડ મળ્યો છે. ઇંગ્લિશ ગિટારવાદક જોન મેકલોફલિને ભારતીય વાયોલિન વાદક એલ. શંકર, તબલાવાદક ઝાકીર હુસૈન અને ટી.એચ. વિક્કુ વિનાયક્રમ સાથે ફ્યુઝન બેન્ડ ‘શક્તિ’ની શરૂઆત કરી. પરંતુ 1977 પછી આ બેન્ડ બહુ એક્ટિવ ન હતું.

1997માં જોન મેકલોફલિને એ જ ખ્યાલ પર ફરીથી ‘રિમેમ્બર શક્તિ’ નામનું બેન્ડ બનાવ્યું અને તેમાં વી. સેલ્વગનેશ (ટી.એચ. ‘વિક્કુ’ વિનાયક્રમનો પુત્ર), મેન્ડોલિન પ્લેયર યુ. શ્રીનિવાસ અને શંકર મહાદેવન છે. 2020માં બેન્ડ ફરીથી એકસાથે આવ્યું અને ‘શક્તિ’ તરીકે તેઓએ 46 વર્ષ પછી તેમનું પહેલું આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ રિલીઝ કર્યું.

ગ્રેમી પુરસ્કાર વિજેતાઓની લિસ્ટ

  • બેસ્ટ પૉપ સોલો પર્ફોર્મન્સઃ માઈલી સાયરસ (ફ્લાવર્સ)
  • શ્રેષ્ઠ આલ્બમ: SZA (SOS)
  • શ્રેષ્ઠ પ્રદર્શન: કોકો જોન્સ (ICU)
  • રૅપ આલ્બમ: કિલર માઈક (માઈકલ)
  • બેસ્ટ આફ્રિકન સંગીત પ્રદર્શન: ટાયલા (વોટર)
  • પૉપ ડ્યુઓ/ગ્રુપ પર્ફોર્મન્સ: SZA, ફોબી બ્રિજર્સ (ઘોસ્ટ ઇન ધ મશીન)
  • મ્યુઝિક વીડિયો : ધ બીટલ્સ, જોનાથન ક્લાઈડ, એમ કૂપર (આઈ એમ ઓન્લી સ્લીપિંગ)
  • ગ્લોબલ મ્યુઝિક પર્ફોમન્સ : ઝાકિર હુસૈન, બેલા ફેક, એડગર મેયર (પશ્તો)
  • અલ્ટરનેટિવ મ્યુઝિક આલ્બમ: બોયજેનિયસ (ધ રેકોર્ડ)
  • બ્લોબલ સંગીત આલ્બમ: શંકર મહાદેવન (શક્તિ – ધ મોમેન્ટ)
  • પ્રોડ્યુસર ઓફ ધ યર, બિન-શાસ્ત્રીય: જેક એન્ટોનૉફ
  • વર્ષના નિર્માતા, ક્લાસિકલ: એલેન માર્ટન
  • બેસ્ટ એન્જિનિયર્ડ આલ્બમ, ક્લાસિકલ: રિકાર્ડો મુટી અને સિમ્ફની ઓર્કેસ્ટ્રા
  • બેસ્ટ બ્લુગ્રાસ આલ્બમ: મોલી ટર્ટલ એન્ડ ધ ગોલ્ડન હાઇવે (સિટી ઓફ ગોલ્ડ)
  • બેસ્ટ કન્ટેમ્પરરી ઇન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ: બેલા ફેક, ઝાકિર હુસૈન, એડગર મેયર, રાકેશ ચૌરસિયા (એઝ વી સ્પીક)
  • બેસ્ટ જાઝ પર્ફોર્મન્સ આલ્બમ: બિલી ચાઈલ્ડ્સ (ધ વિન્ડ ઓફ ચેન્જ)
  • બેસ્ટ જાઝ પર્ફોર્મન્સ સમરા જોય (ટાઈટ)
  • બેસ્ટ પ્રગતિશીલ R&B આલ્બમ: SZA (SOS)
  • બેસ્ટ કન્ટ્રી ડ્યુઓ/ગ્રુપ પર્ફોર્મન્સઃ ઝેક બ્રાયન, કેસી મસ્ગ્રેવ્સ
  • બેસ્ટ રોક પર્ફોર્મન્સ: બોયજેનિયસ (નૉટ સ્ટ્રોંગ ઇનફ)
  • બેસ્ટ મેટલ પર્ફોર્મન્સ: મેટાલિકા (72 સીઝન)
  • બેસ્ટ રોક ગીત: બોયજેનિયસ (નૉટ સ્ટ્રોંગ ઇનફ)
  • બેસ્ટ રોક આલ્બમઃ પરમોર (ધીસ ઈઝ વાય)
  • બેસ્ટ અલ્ટરનેટિવ મ્યુઝિક પર્ફોર્મન્સ : પરમોર
  • બેસ્ટ અલ્ટરનેટિવ મ્યુઝિક આલ્બમ: બોયજેનિયસ (ધ રેકોર્ડ)
  • બેસ્ટ મ્યુઝિકલ થિયેટર આલ્બમ: સમ લાઈક ઈટ હોટ
  • બેસ્ટ કોમેડી આલ્બમ: ડેવ ચેપલ (વોટ્સ ઇન અ નેમ)

આવો જાણીએ શું છે ગ્રેમી ઍવોર્ડ ગ્રેમી એવોર્ડ સંગીત ઉદ્યોગમાં સિદ્ધિઓને સન્માનિત કરવા માટે રેકોર્ડિંગ એકેડેમી દ્વારા આપવામાં આવેલ એવોર્ડ છે. વાર્ષિક પ્રસ્તુતિ સમારોહમાં મુખ્ય કલાકારો દ્વારા પ્રદર્શન અને વધુ લોકપ્રિય રસ ધરાવતા પુરસ્કારોની રજૂઆતનો સમાવેશ થાય છે. ગ્રેમી એ સૌથી મોટા વાર્ષિક સંગીત પુરસ્કાર સમારંભોમાંનું એક છે. જો સરળ ભાષામાં સમજીએ તો ગ્રેમી ઍવોર્ડ ની શરૂઆત 4 મે, 1959ના રોજ અમેરિકામાં થઈ હતી. વર્ષ 1958 માટે ગ્રેમી વિજેતાઓના નામની જાહેરાત 1959માં યોજાયેલા પ્રથમ મ્યુઝિક ઍવોર્ડર્ડ શોમાં કરવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સની નેશનલ એકેડેમી ઓફ રેકોર્ડિંગ આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા દર વર્ષે ગ્રેમી ઍવોર્ડ આપવામાં આવે છે.


Spread the love

Related posts

હરાજીમાં આ ભારતીય ખેલાડી પર થઈ શકે છે નોટોનો વરસાદ, ધોનીએ બનાવ્યો સ્ટાર

Team News Updates

વિધુ વિનોદ ચોપરા પોતાની ફિલ્મ જોઈને રડી પડ્યા:પાત્રોને વાસ્તવિક દેખાડવા વિક્રાંત મેસી ગામમાં જ રહ્યો, આ ફિલ્મને બનતા ચાર વર્ષ લાગ્યા હતા

Team News Updates

IPL 2024 : 1000 રન, 100 વિકેટ અને 100 કેચ ,રવિન્દ્ર જાડેજા

Team News Updates