News Updates
AHMEDABAD

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપી લોકોને ઉશ્કેરવા પ્રયાસ કર્યો, ગુજરાત ATSએ મુંબઈમાં દબોચ્યો, અમદાવાદ બાદ જૂનાગઢ લઈ જવાશે

Spread the love

મુંબઈના કુખ્યાત મુફ્તી સલામન અઝહરીને ગુજરાત ATSએ ઘાટકોપરથી દબોચી લીધો છે. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવશે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવામાં આવશે.

મુંબઈના ચિરાગનગર પોલીસ સ્ટેશન લઈ જવાયો
ગુજરાત એટીએસ દ્વારા મહારાષ્ટ્ર એટીએસની મદદથી સલામન અઝહરીને ઘાટકોપર ખાતેના તેના નિવાસસ્થાનેથી ઝડપી લઈ સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસને જાણ કરીને ગુજરાત પોલીસ અઝહરીને ગુજરાત લાવી રહી છે..

મૌલાના મુફ્તીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું
31 જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ વિદ્યાલય ખાતેની આ સભામાં વક્તા તરીકે મુ્ંબઈના મુફ્તી સલમાન અઝહરીને બોલાવવામાં હતા. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાના ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તરત જ વાઇરલ થયા હતા. આ વીડિયો વાઇરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને સલામન અઝહરીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

ગુજરાત ATSની ટીમ મુંબઈ પહોંચી હતી
કેસની ગંભીરતા જોતાં ગુજરાત ATS પણ હરકતમાં આવી ગઈ હતી. એટીએસની ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસસ્થાને પહોંચી તેને દબોચી લીધો હતો.. પોલીસે સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે તેની એન્ટ્રી કરાવી તેને ગુજરાત લાવવા માટેની કવાયત શરૂ કરી છે.

જૂનાગઢ પોલીસ તપાસ કરશે
અઝહરીને ગુજરાત લાવ્યા બાદ ATSની ટીમ તેની પૂછપરછ કર્યા બાદ જૂનાગઢ પોલીસ તેની તપાસ કરશે. અઝહરી પોતાના વિવાદાસ્પદ વક્તવ્યો અને ભડકાઉ ભાષણ માટે કુખ્યાત છે. તેણે અગાઉ પણ આવા ભડકાઉ ભાષણો કર્યા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. મોડીરાત્રે અઝહરીના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોલીસે તેને પકડ્યો કરી હોવાની માહિતી વાઇરલ કરવામાં આવી હતી.

કોણ છે સલમાન અઝહરી
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા કથિત ભડકાઉ ભાષણ દેનાર મુફ્તી સલમાન અઝહરી પોતાનું એક ઇસ્લામ રિસર્ચ સ્કોલરના રૂપમાં બતાવે છે. જામિયા રિયાજુલ જન્નાહ, અલ-અમાન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને દારૂલ અમાનમાં સંસ્થાપક અઝહરી કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે.


Spread the love

Related posts

ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે:અમદાવાદના વિશાલા સર્કલ પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ, રમકડાની બેટરી બ્લાસ્ટ થતા 3 ફાયરકર્મી દાઝ્યા

Team News Updates

મોબાઇલમાં લાઈવ સ્કોર પોલીસે પકડ્યો,અમદાવાદમાં IPLની મેચ પર સટ્ટો રમતાં બે શખસ ઝડપાયા

Team News Updates

દોઢ વર્ષની બાળકીને પાડોશીએ પીંખી નાખી:અમદાવાદમાં બિસ્કિટ અપાવવાના બહાને નરાધમ દીકરીને ખેંચી ગયો, લોહીલુહાણ હાલતમાં ઘર નજીકથી મળી

Team News Updates