ભારત અને અમેરિકાની ટીમ ન્યુયોર્કમાં ત્રીજી મેચ રમવા માટે તૈયાર છે. આ દરમિયાન રોહિત શર્મા અને મોનાંક પટેલ વચ્ચે સુપર 8 માટે ટકકર થશે. બંન્નેમાંથી જે પણ ટીમ આ મેચ જીતશે તે સુપર-8 માટે ક્વોલિફાય કરી લેશે.
ટી20 વર્લ્ડકપ 2024માં નાની ટીમ પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. નાની ટીમ મજબુત ટીમને હરાવી મોટો ઉલેટફેર કરી રહી છે. જેનાથી આ ટૂર્નામેન્ટ ખુબ જ રોમાંચક બની છે. ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં બુધવાર 12 જૂનના રોજ ભારત અને અમેરિકા વચ્ચે મેચ રમાશે. આ ગ્રુપમાં પણ અમેરિકાની ટીમે પાકિસ્તાનને હરાવી મોટો ઉલેટફેર કરી ચુકી છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમના કેપ્ટન મોનાંક પટેલે કહ્યું હતુ કે, હવે તેની નજર ભારતીય ટીમ પર છે.
તો રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ હજુ મજબુત જોવા મળી રહી છે. આ મેચમાં બંન્ને ટીમ માટે મહત્વની રહેશે,કારણ કે, જે ટીમ આ મેચ જીતશે. તે સુપર-8 માટે ક્વોલિફાય કરી લેશે.
મોનાંક પટેલની કેપ્ટનશીપમાં અમેરિકાની ટીમ 2 મેચ જીતી ચુકી છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમનો મનોબળ વધી ગયું છે. ત્યારે મોટા ભાગના ભારતીય ખેલાડીઓથી ભરેલી અમેરિકાની ટીમ ઈચ્છશે કે, ફરી એક વખત ન્યુયોર્કમાં ઉલેટફેર કરી શકે. પોતાના પહેલા જ ટી20 વર્લ્ડકપમાં સુપર-8માં પહોંચી જાય, પરંતુ રોહિત શર્માની ટીમ ઈન્ડિયા સામે મિની ઈન્ડિયા માટે આ કામ સરળ નહિ હોય.
આ મેચ ન્યુયોર્કમાં રમાશે અને ભારતીય ટીમ અત્યારસુધી ખતરનાક જોવા મળી છે.તેમાં પણ ખાસ કરીને ભારતીય બોલરનો સામે કોઈ ટીમ ટકી શકી નથી. પાકિસ્તાનની સામે ભારતીય બોલરોએ 120 રનનો લક્ષ્ય બચાવી લીધો હતો. પરંતુ સુર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબે એક ચિંતાનો વિષય બન્યા છે.
ગ્રુપ એમાં ભારત અને અમેરિકા 4-4 અંકની સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા અને બીજા નંબર પર છે. તો પાકિસ્તાન અને કેનેડા 2-2 અંક સાથે ત્રીજા અને ચોથા નંબર પર છે. આયરલેન્ડની ટીમ છેલ્લા સ્થાને છે. સુપર-8માં જવા માટે ભારત અને અમેરિકાએ આ મેચ જીતવાની રહેશે.