News Updates
EXCLUSIVEGUJARAT

Exclusive: ગોંડલમાં કાલે બપોરથી બાયોડીઝલ માફિયાઓ એલર્ટ થયા ને’ સાંજે SMCની રેડ પડી ગઈ!!

Spread the love

રાજકોટ,તા.૧૧: ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતમાં બાયોડીઝલનાં સીધા વેંચાણ પર રોક લગાવી દેવાનો હુકમ કર્યો હતો ત્યારબાદ આજ દિનનાં આ નિર્ણયને ૩ વર્ષ વીતી ચુક્યા હોવા છતાં ગુજરાતમાં ઠેક-ઠેકાણે બાયોડીઝલનાં કાળો કારોબાર તંત્રની રહેમનજર હેઠળ ધમ-ધમી રહ્યો છે.ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ ચાલતા આ પ્રકારના કાળા કારોબાર પર સ્ટેટ મોનીટરીંગ સેલ કોઈપણ પ્રકારની શેહ -શરમ વિના રેઇડ કરીને કાયદેસરની કાર્યવાહી કરે છે. ત્યારે બીજી બાજુ સ્થાનિક તંત્ર જાણે મદમસ્ત ઊંઘ કરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

રાજકોટમાં અનેક વખત બાયોડીઝલ સહીતનાં અનેક ગેરકાયદે કારોબાર પર નીડર અને બાહોશ IPS અધિકારી નિર્લિપ્ત રાયની આગેવાનીમાં કાર્ય કરતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અનેક વખત દરોડા કરવામાં આવે છે. અને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવે છે.

વિચારવાનો પ્રશ્ન એ છે કે, જો ગાંધીનગર બેઠેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને માહિતી મળી શકે કે, રાજકોટ જીલ્લામાં આ જગ્યાઓ પર ગેરકાયદે અડ્ડાઓ ધમ-ધમી રહ્યા છે. તો રાજકોટમાં રહીને રાજકોટ જીલ્લાનાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતી રાજકોટ પોલીસના જીલ્લા પોલીસ વડા, તેમની ખાસ બ્રાન્ચો પૈકીની LCB અને SOG બાયોડીઝલના કાળા કારોબારથી અજાણ ન હોય શકે તે સ્વાભાવિક વાત છે.

ગઈકાલે “ન્યુઝ અપડેટ્સ”ને અંગત સુત્રો પાસેથી એક માહિતી મળે છે. અને માહિતી એવી હોય છે કે, નજીકના ૧-૨ દિવસમાં રાજકોટ જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગાંધીનગરનો પુરવઠા વિભાગ ત્રાટકવાનો છે ઉપરાંત અનેક બાયોડીઝલનાં હાટડાઓ પર કડક કાર્યવાહીનાં આદેશ છે.

આશ્ચર્ય તો ત્યારે થાય, જ્યારે અમારા સુત્રો કહે છે કે, બપોરે બાયોડીઝલનાં મોટા વેપારીઓ પોતાના બાયોડીઝલનાં ગોડાઉનો ખાલી કરીને ટેન્કરો ભરીને આ ટેન્કરો સીમમાં અથવા હાઈવે પર સલામત જગ્યાએ સંતાડી દેશે.આ પ્રકારની કસરત કરી રહ્યા હતા. અને આ કસરતમાં કદાચ તેઓ સંપૂર્ણપણે સફળ પણ નીવડયા છે.

કારણકે, આ પ્રકારની માહિતીની વચ્ચે ગઈકાલે બપોર પછીનાં સમયમાં ગોંડલના જામવાડી પાસે આવેલ કનૈયા હોટલનાં પાછળનાં ભાગે, કાગવડ ગામના પાટીયા નજીક ધ ગ્રાન્ડ ખોડલ હોટલ તથા વચ્છરાજ હોટલનાં ગ્રાઉન્ડમાં ચાલતા બાયોડીઝલના પંપ પર સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગાંધીનગર પુરવઠા વિભાગની રેડ પડે છે.

ગોંડલ અને કાગવડ પાસેથી કુલ ૬૮.૬૪ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો.

SMC નાં એસપી નિર્લિપ્ત રાયને મળેલી બાતમીનાં આધારે SMC ની ટીમે Dysp કામરીયાનાં માર્ગદર્શન હેઠળ રેડ કરતા બાયોડીઝલનાં હબ માનતા સૌરાષ્ટ્રનાં ગોંડલમાં જામવાડી જીઆઈડીસી નજીક ગોંડલ જેતપુર હાઈવે પર આવેલ કનૈયા હોટલનાં પાછળનાં ભાગમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ પર સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગાંધીનગરનાં પુરવઠા વિભાગની ટીમ ત્રાટકી હતી અને આ જગ્યાએથી ગેરકાયદેસર 7 હજાર લીટર બાયોડીઝલ કિંમત 5,08000/- ત્રણ મોબાઈલ કિંમત 70,000/- એક ટેન્કર અને એક જયુપીટર કિંમત 8,30,000/- રોકડ રકમ 19,370/- એક ટેન્કર (ટાંકો) કિંમત 80,000/- અંડરગ્રાઉન્ડ ડીઝલ સ્ટોરેજના બે સ્ટીલ ટેન્ક કિંમત 50,000/- ડીઝલ વેચાણ ના ત્રણ મશીન કિંમત 90,000/- ઇલેક્ટ્રીક મોટર 1000/- રૂપિયા ગણવાનું મશીન 5000/- બે સીલ બંધ એલ્યુમિનિયમ કન્ટેનર કિંમત 2000/- એક નોઝલ કિંમત 1000/- એક કેલ્ક્યુલેટર કિંમત 100 મળી કુલ 16,56,470 /- ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો પમ્પ માલિક ભરત ભુદરજી બકરાણીયા, વેચાણ કરનાર નોકરિયાત સાવન રજનીકાંત સુરેજા, ટેન્કર ડ્રાઈવર અકીલ સતાર બિલખિયા ને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે બાયોડિઝલ સપ્લાયર કમલેશ ગણાત્રા રહે રાજકોટ અને મોહંમદ તૌફિક મેમણ રહે અમદાવાદ વાળાને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ઉપરાંત ગોંડલ જેતપુર હાઈવે પર કાગવડ ગામના પાટીયા પાસે આવેલ ધ ગ્રાન્ડ ખોડલ હોટલ અને વચ્છરાજ હોટલનાં ગ્રાઉન્ડમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ પરથી ગેરકાયદેસર 25170 લીટર બાયોડિઝલ કિંમત 18,12,240/- છ મોબાઈલ કિંમત 30,000/- બે ટ્રક અને બે કાર કિંમત 25 લાખ, રોકડ રકમ 5,45,710/- ત્રણ ડીઝલ સ્ટોરેજ ના ટેન્ક કિંમત 80,000/- ડીઝલ વેચાણ ના ચાર મશીન કિંમત 2 લાખ, બે જનરેટર કિંમત 40,000/- મળી કુલ 52,07,950/- ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો અને 6 શખ્સો જેમાં ડીઝલ નો બિઝનેસ કરનાર ગિરીશ હસમુખ ઠાકર રહે ગોંડલ, મૌલિક હસમુખ વ્યાસ રહે રાજકોટ, નોકરી કરનાર પ્રકાશ હરેશ ભેડા રહે કાગવડ, ચંદન દિલીપ પડાલિયા રહે ગોંડલ, ટ્રક માલિક સબીર યુસુફ ઘડા રહે રાજકોટ, આદમ સુમર દોઢિયા રહે જેતપુર વાળા ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બાયો ડીઝલ મોકલનાર કમલેશ ગણાત્રા, બિઝનેશ પાર્ટનર હસમુખ (ભાણાભાઈ) ભુદરભાઈ વ્યાસ અને સોયબ ઉર્ફે અચુ સલીમ સોલંકી ને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં બાયોડીઝલનાં હબ તરીકે ગોંડલને ઓળખવામાં આવે છે. ત્યારે ગોંડલમાં અનેક જગ્યાએ આ ગેરકાયદે બાયોડીઝલનાં હાટડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ તમામ હાટડાઓ પર રેઇડ કરવા માટે ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલ અને પુરવઠા વિભાગને આવવું ફરજીયાત બનતું હોય તો એ સ્પષ્ટ કહી શકાય કે ગોંડલમાં ચાલતો બાયોડીઝલનો કાળો કારોબાર તંત્રની રહેમનજર હેઠળ જ ચાલી રહ્યો છે અને આ કાળા કારોબારને પડદા પાછળ તંત્રનું સમર્થન છે. તાજેતરમાં ફાયર સેફટી વિના રાજકોટમાં ચાલતા TRP અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 27 નિર્દોષોના મુર્ત્યું થયા છે. ત્યારે આ ગેરકાયદેસર બાયોડીઝલનાં કાળા કારોબારને લઈને ભવિષ્યમાં જો કોઈ જાન-હાની સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? તે સૌથી મહત્વનો પ્રશ્ન છે.


Spread the love

Related posts

સનાતન ધર્મની ધૂન પર નાચ્યો હાથી, લગાવ્યા જોરદાર ઠુમકા

Team News Updates

શક્તિપીઠ પ્રવાસના ભાગ 5 માં કાલીઘાટ મંદિર:મંદિરમાં ષષ્ઠીથી દશમી સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, માંસ અને માછલી પણ દેવીને અર્પણ કરવામાં આવશે.

Team News Updates

નિકળ્યો કાનખજૂરો ફરાળી સોડામાંથી, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ

Team News Updates