હજારો ચાહકોની જેમ MCAના પ્રમુખ અમોલ કાલે પણ નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ જોવા પહોંચ્યા હતા પરંતુ મેચ દરમિયાન તેની તબિયત લથડી ગઈ હતી. ત્યારબાદ તેનું નિધન થયું છે.
ન્યુયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી20 વર્લ્ડકપ 2024ની મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે. જ્યાં પાકિસ્તાનને હાર મળી છે પરંતુ આ મેચને લઈ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. આ મેચમાં જોવા ન્યુયોર્ક પહોંચેલા મુંબઈ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ અમોલ કાલેનું મેચ બાદ હાર્ટ એટેકથી નિધન થયું છે.
અમોલ કાલે 47 વર્ષના હતા. તે 2022થી MCAના અધ્યક્ષ બન્યા હતા.પીટીઆઈના રિપોર્ટ મુજબ અમોલ કાલે MCAના અન્ય પદાધિકારીઓ સાથે ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે ન્યુયોર્ક પહોંચ્યા હતા. તેની સાથે એમસીએના સચિવ અજિક્ય નાઈક અને એપક્સ કાઉન્સિલના સભ્ય સુરજ સામંત પણ હાજર રહ્યા હતા.
રવિવાર 9 જૂનના રોજ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચમાં ટીમ ઈન્ડિયાની 6 રનથી જીત થઈ છે. સૌ કોઈ મેચના જશ્નમાં હતા ત્યારે અમોલની અચાનક તબિયત લથડી ગઈ અને તેને હાર્ટ એટેક આવતા નિધન થયું છે.
તેમણે વાનખેડે સ્ટેડિયમમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ લગાવ્યું હતુ. સાથે 2011 વર્લ્ડકપ ફાઈનલમાં એમએસ ધોનીની સિક્સ બાદ બોલ વાનખેડે સ્ટેડિયમમની જે સીટ પર પડ્યો હતો. તે સ્થાનને એક અલગ જગ્યા આપવામાં આવી છે.