રાજ્યસભાના સાંસદ ઉપરાંત પક્ષના ખજાનચી હતા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલનું નિધન થયું હતું. એ પોતાના પરિવાર માટે શું મૂકી ગયા છે એ જાણવું રસપ્રદ થઇ પડે એવું છે.
ચૂંટણી પંચને તેમણે આપેલી એફિડેવિટમાં જણાવ્યા મુજબ અહમદ પટેલની પોતાની વાર્ષિક આવક પંદર લાખ 10 હજાર 147 રૂપિયા હતી. તેમના કરતાં તેમનાં પત્ની મૈમુનાની આવક વધુ હતી. એફિડેવિટમાં જણાવાયા મુજબ મૈમુનાની વાર્ષિક આવક 20 લાખ 15 હજાર નવસોની હતી. પતિપત્નીની કુલ આવક 35 લાખ 26 હજાર 047ની હતી. 20110થી 2017 વચ્ચે તેમની આવકમાં 23 ટકાનો વધારો નોંધાયો હતો.
અહમદ પટેલની એફિડેવિટમાં જણાવાયા મુજબ એમની કુલ સંપત્તિ છ કરોડ 51 લાખ 9,803ની હતી. આ ઉપરાંત એક કરોડનું સેવિંગ્સ હતું. જો કે અહમદ પટેલની આવકનું સાધન શું હતું એનો ખુલાસો એફિડેવિટમાં થયો નહોતો. એ જ રીતે એમના સંતાનોની આવક અને કુલ સંપત્તિની વિગતો પણ આ એફિડેવિટમાં આપવામાં આવી નહોતી.