વિશ્વમાં પરિવર્તનનો ચહેરો બનેલી મહિલાઓમાં 4 ભારતીય

0
94

દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાના કાર્યો-કૌશલથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં આ મહિલાઓ લાગી છે : વિશ્વની 100 પ્રભાવશાળી મહિલાઓમાં ભારતની 13 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા રિદ્ધિમા પાંડેથી માંડીને શાહીન બાગ ફેમ 82 વર્ષીય બિલ્કીશ દાદીનો બીબીસીની યાદીમાં સમાવેશ

બીબીસીએ વર્ષ 2020 માટે દુનિયાભરની સૌથી પ્રેરણાદાયી અને પ્રભાવશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. જેમાં અલગ અલગ ક્ષેત્રોમાંથી ચાર ભારતીય મહિલાઓએ પણ સ્થાન મેળવ્યું છે.
મહામારીના કારણે પડકારભર્યા આ વર્ષમાં દુનિયાભરમાંથી અગણીત મહિલાઓએ બીજાની મદદ કરવા માટે ત્યાગનું ઉદાહરણ આપ્યું છે. દુનિયાભરમાંથી પસંદ કરાયેલી મહિલાઓ સમાજના અલગ અલગ ક્ષેત્રોમાં પોતાના કાર્યો અને નેતૃત્વથી સકારાત્મક પરિવર્તન લાવવાની કોશીશમાં લાગી છે, આમાં ઘણી ગુમનામ નાયિકાઓ છે, જે આખી દુનિયામાં પરિવર્તન લાવી રહી છે.


આ યાદીમાં પ્રથમ સ્થાન ખાલી રાખવામાં આવ્યું છે, એ મહિલાઓ માટે જેમણે સંઘર્ષ કરતા કરતા પોતાનો જીવ ગુમાવ્યો છે. આ યાદીમાં સ્થાન પામનાર ભારતની મહિલા બિલ્કીશ દાદી સૌથી મોટી વયની છે. તે શાંતિથી વિરોધ કરનાર ચહેરો બની છે. જયારે આ યાદીમાં સામેલ 13 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા રિદ્ધિમાં પાંડે સૌથી નાની વયનો ફેસ છે.

બિલ્કીશ દાદી- સામાજીક કાર્યકર્તા લોકોનો અવાજ બની
બિલ્કીશ બાનો દિલ્હીની મુસ્લિમ બહુમતીવાળા મોહલ્લા શાહીન બાગમાં ચાલતા લાંબા ધરણાનું પ્રતીક બની ગઈ હતી. પત્રકાર અને લેખિકા રાણા અયુબ 82 વર્ષની બિલ્કીશને હાશિયામાં ધકેલાયેલા લોકોનો અવાજ કહે છે.

ઈસાઈવાની, સંગીતકાર, પરંપરા તોડીને જગ્યા બનાવી
ગાયિકા ઈસાઈવાનીને બાળપણથી જ ગરીબી સાથે સંઘર્ષ કરવો પડયો હતો. પણ તેણે સદીઓ જૂની પરંપરા તોડીને તમિલનાડુના સંગીત મંચ પર પોતાની ઓળખ બનાવી. તે કહે છે કે મહિલાઓ માટે દુનિયા દરરોજ બદલે છે.

માનસી જોષી, પેરા એથલિટ મુશ્કેલીઓ સાથે લડીને જીત
માનસી એક એન્જીનીયર હોવાની સાથે પેરા એથલીટ છે. તે પેરા બેડમીન્ટનની હાલની વિશ્વ ચેમ્પીયન છે. એક પગ હોવા છતાં તે હિંમત નથી હારી. માનસી કહે છે કે આપ મુશ્કેલીઓને માર્ગમાં વિધ્ન ન બનવા દો.

રિદ્ધિમા પાંડેય, પર્યાવરણ કાર્યકર્તા પર્યાવરણ બચાવવાની જંગ
ઉતરાખંડમાં રહેલી માત્ર 13 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા રિદ્ધિમા માત્ર 9 વર્ષની વયથી જ જલવાયુ પરિવર્તનને લઈને જંગ લડી રહી છે. તેણે સંયુક્ત રાષ્ટ્રમાં પાંચ દેશો વિરુદ્ધ કેસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here