ગોંડલ નાયબ મામલતદાર દ્વારા કચેરીમાંજ માતૃઋણનું જ્ઞાન પરબ ઉભું કરાયું

0
126

ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટમાં રહેતા અને મામલતદાર ઓફિસ, ગોંડલમાં સર્કલ ઓફિસર (નાયબ મામલતદાર) તરીકે ફરજ બજાવતા બ્રહમ યુવાન મનિષભાઈ રમેશચંદ્ર જોષીએ સમાજસેવા કરવા માટે અનોખી પહેલ કરી છે સને-૧૮૧૯ માં ગોંડલમાં ફરજીયાત કન્યા કેળવણી અમલમાં મુકનાર ગોડલ નરેશ સર ભગવતસિંહજીના ગોડલમાં સાક્ષરતાનું અનોખું કાર્ય કરવા તેઓ કરીબધ્ધ હતા. 100-વર્ષ પહેલા ફરજીયાત કન્યા કેળવણી શરૂ કરનાર તથા ભગવદ ગૌ મંડળ નામે ગુજરાતી સાહિત્યનો સૌથી વિશાળ શબ્દકોષ દુનિયાને ભેટ આપનાર ગોડલ ધરામાં તેઓનો જન્મ થયો છે. તેઓ ઓલ ઈન્ડીયા રેડિયો તથા દુરદર્શનમાં એનાઉન્સર ૨હિ ચુકેલા છે અને સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેઓનું આગવું નામ છે. જન્મભૂમિ અને કર્મભૂમિનું ઋણ અદા કરવાની તેમના મનમાં જિજિવિષા હતી.

તેઓના માતા પુષ્પાબેન રમેશચંદ્ર જોષી વાંચનના ખુબ શોખીન હતા. તેથી નાનપણમાં જ ઘરમાં સંસ્કારી પુસ્તકોનો સંગાથ સાંપડયો હતો. તેમના માતાનું અવસાન થતાં માતાની યાદમાં લાઈબ્રેરી ચાલુ કરવાનો વિચાર મનમાં સ્ફર્યો તેઓ મામલતદાર કચેરી, ગોંડલમાં ફરજ બજાવે છે. તેથી દુર દુરના ગામડેથી અધિકારીઓને મળવા આવતા અરજદારો વેઈટીગમાં જયા બેઠા હોય, ત્યાં વેઈટીંગના સમયનો સદઉપયોગ થાય તેવા ઉમદા હેતુથી માતાથી પ્રથમ પુણ્યતિથીના દિવસે “જ્ઞાન પરબ પુસ્તકાલય” શરૂ કર્યું. કચેરીમાં આવતા અરજદારોને માહિતી સાથે જ્ઞાન મળે તે પ્રકારના સામાજીક, ધાર્મિક માહિતીપ્રદ પુસ્તકોને “જ્ઞાન પરબ”ના સ્ટેન્ડમાં રાખવામાં આવ્યા છે. વાંચનના કેટલાયે શોખીનો આ લાયબ્રેરીમાંથી પુસ્તકો વાંચવા લઈ જાય છે. આ પુસ્તક પરબ શરૂ થયુ કે, જુદા જુદા સારસ્વતો તરફથી પુસ્તકદાનની સરવાણી પણ શરૂ થઈ, હાલ “પુસ્તક પરબ” માં આશરે 12000 પુસ્તકો મોજુદ છે. કચેરીમાં આવતા અરજદારો માટે પુસ્તક પરબમાના પુસ્તકો–મેગેઝીન થોડા દિવસે બદલવામાં આવે છે. ગોંડલ, જેતપુર, રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાંથી પુસ્તક પ્રેમીઓ પુસ્તકો ભેટ આપે છે તથા અઠવાડીક, માસીક મેગેઝીન પણ ભેટ આપે છે સ્વ.માતાની યાદ જીવંત રાખવા અને કચેરીમાં આવતા લોકોના સમયનો સદઉપયોગ થાય તેવા હેતુથી આ “પુસ્તક પરબ” ચાલુ કર્યું છે. જેનો આસપાસના લોકો કચેરીના લોકો ઉપયોગ કરે છે. આ કાર્યમાં અધિકારીઓ, કર્મચારીઓ તથા ગોડલના નગરજનોનો પૂરતો સાથ સહકાર મળી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here