શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકે પૈસા આપતી લેન્ડિંગ કંપનીના કર્મચારીને ગોલ્ડ લોન ICICI બેંકમાં ટ્રાન્સફર કરાવવા માટે 20.50 લાખની લોન લઇ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગોલ્ડ લોનની સ્લીપ લેવાનાં બહાને સોસાયટીના ગેટ પાસે ઉભા રાખી અને ફરાર થઈ ગયો હતો. અવારનવાર પૈસા આપવાના વાયદા કરી અને પૈસા ન આપતા છેવટે લેન્ડિંગ કંપનીના કર્મચારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને લેન્ડિંગ પૈસા કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હેમંતભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 30 એપ્રિલના રોજ મારા ફોનમાં ચાંદખેડાનાં ન્યુ સીજી રોડ પર આઈ.સી.આઈ.સી.આઇ બેંકમાં ગોલ્ડ લોનમાં કામકાજ કરતા સેલ્સ મેનેજર વૈભવ શાહે ફોન કરી એક કસ્ટમરની લોન કરવાની છે. વૈભવ શાહ સાથે ચાંદખેડા શરણ સર્કલ ખાતે રહેતા કરણ મહેશ રામચંદાનીના ઘરે ગયા હતા. તેઓએ નરોડા ફેડ બેંક નરોડા ખાતે 40 લાખની ગોલ્ડ લોન ચાલે છે જે લોન ન્યુ સીજી રોડ ખાતે આઇ.સી.આઈ.સી.આઈ બેંક ખાતે ટ્રાન્સફર કરાવવાની હોય લોન જોઇએ છીએ. 40ની જગ્યાએ 20.50 લાખની લોન આપીશું તેમ કહ્યું હતું. લોન આપવાની કાર્યવાહી પૂર્ણ કરી અને ઓનલાઇન બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ આ કરણ મહેશ રામચંદાનીને ફેડ બેંકમાંથી ગોલ્ડ છોડાવી આઇ.સી.આઈ.સી.આઇ બેંકના ખાતામાં ગોલ્ડ જમાં કરાવવાનું કહેતા આ કરણે જણાવ્યું હતું કે, મારી ગોલ્ડ લોનની એક અસલ સ્લીપ હું મારા ઉપરોકત ઘરે ભુલી ગયો છું.
જેથી આપણે મારા ઘરે જઈ લઈ આવીએ તેવું જણાવતા કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા ચેતનભાઈ કથા સાથે કરણની સાથે તેમના ઘરે ગોલ્ડ લોનની સ્લીપ લેવા માટે મોકલ્યાં હતા. જોકે કરણ બંને કર્મચારીઓને ફ્લેટની નીચે સિક્યુરિટી ગાર્ડ પાસે ઊભા રાખ્યા બાદ ઉપરથી સ્લીપ લઈને આવું તેમ કહ્યું હતું. એક કલાક પછી પણ સ્લીપ લઈને પરત ન આવતા આમ અમને તેઓએ જાણ કરી હતી. કરણ પરત ના આવતા પૈસા લઈને ફરાર થઈ ગયો હોવા અંગેની ફરિયાદ ચાંદખેડા નોંધાઈ હતી.