News Updates
RAJKOT

RAJKOT:ઘટનાસ્થળે મોત નીપજ્યું ટ્રક અડફેટે શિક્ષિકાનું :મોરબી રોડ પર સ્કૂલેથી છૂટી પરત ઘરે જતા સમયે તોતિંગ વ્હીલ મહિલા પર ફરી વળતા મોત

Spread the love

રાજકોટ શહેરમાં મોતના માચડાની જેમ દોડતા ટ્રક અવારનવાર લોકોની જિંદગીને રોળી નાખે છે. ત્યારે આજે વધું એક જીવલેણ અકસ્માત સામે આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જેમાં શહેરના મોરબી રોડ પર જકાતનાકા પાસે પૂરપાટ ઝડપે આવેલાં ટ્રકના ચાલકે એક્ટિવા સવાર શિક્ષિકાને અડફેટે લઈ તોતિંગ વ્હીલ નીચે કચડી નાખતા શિક્ષિકાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને કાળો કલ્પાંત મચાવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસે આવેલ આર.કે. ડ્રીમ લેન્ડ રેસિડેન્સીમાં રહેતાં સ્નેહલબેન બ્રિજેશકુમાર પોપટ (ઉં.વ.42) રેલનગરમાં આવેલ કર્ણાવતી સ્કૂલમાં ઇંગ્લિશ વિષયના શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. તેઓ આજે સવારે કર્ણાવતી સ્કૂલે નોકરી પર ગયાં હતાં. જ્યાંથી 12.30 વાગ્યાની આસપાસ નોકરી પૂરી કરી સ્કૂલેથી પોતાના ઘરે જવા એક્ટિવા લઈ નીકળ્યાં હતા. ત્યારે રસ્તામાં તેઓ મોરબી રોડ પર આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ઊભાં રહ્યાં હતા.

જે બાદ તેઓ ત્યાંથી નીકળી ઘર તરફ જઈ રહ્યા હતાં ત્યારે જૂના જકાતનાકા વેલનાથપરા નજીક પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકના ચાલકે શિક્ષિકાને એક્ટિવા સાથે અડફેટે લઈ શિક્ષિકાને ટ્રકના તોતિંગ વ્હીલ નીચે કચડી નાખતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દરમિયાન ત્યાંથી પસાર થતાં લોકો દોડી આવ્યા હતાં અને શિક્ષિકાના આઈકાર્ડ પરથી સ્કૂલનો સંપર્ક કરી પરિવારને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને આક્રંદ કર્યો હતો. જે બાદ બી. ડિવિઝન પોલીસ સ્ટાફ આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ટ્રકચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. મૃતક શિક્ષિકાના પતિ અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે.


Spread the love

Related posts

સુરાપુરાનાં દર્શન કરી પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો:પૂરપાટે આવતી ટ્રકે બાઈકને અડફેટે લીધી, આખો પરિવાર ફૂટબોલની જેમ ફંગોળાયો; પિતા-પુત્રનાં મોત, માતા-પુત્રીને ઈજા

Team News Updates

જસદણ ખાતે મતદાન જાગૃતિ અર્થે પોસ્ટર સ્પર્ધા યોજાઇ

Team News Updates

કોલેજિયનો બાદ હવે નોકરી કરતાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરવાનું ષડયંત્ર પોલીસે પકડ્યું

Team News Updates