News Updates
RAJKOT

સ્વામીના ગઢડાની નર્સિંગ છાત્રાનો રાજકોટમાં આપઘાત:ઘરની બારીનાં ઉપરના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; આપઘાતનું કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

Spread the love

યુવાનોમાં વધતા જતા આપઘાતના બનાવો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યા છે. વધુ એક આપઘાતના બનાવમાં મૂળ બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાની નર્સિંગ છાત્રાએ ગઈકાલે રાજકોટમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે નર્સિંગનો અભ્યાસ કરતી છાત્રાએ શા માટે આપઘાત કર્યો તે અંગે ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણેક માસથી ખૂબ જ તણાવમાં રહેતી
મૂળ બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાની વતની અને રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી અસ્મિતા પરસોત્તમભાઈ રોજાસરા (ઉ.વ.24) રાજકોટના જામનગર રોડ પર મોરબી હાઉસ નજીક આવેલા તોપખાનામાં પ્યુન ક્વાર્ટરમાં બહેન સાથે રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી હતી. મૃતક છાત્રા છેલ્લા દોઢેક વર્ષથી સિવિલમાં નર્સ તરીકે નોકરી કરતી અને સોંઢા કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. તેની બે વર્ષ પહેલા સગાઈ થઈ હતી. ત્રણેક માસથી ખૂબ જ તણાવમાં રહેતી હતી.

મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો
દરમિયાન ગઈકાલે તે ઘરે એકલી હતી. ત્યારે બારીનાં ઉપરના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે પાડોશીઓને જાણ થતાં તેના પરિવારજનોને જાણ કરવા ઉપરાંત 108ને જાણ કરી હતી. એમ્બ્યુલન્સના ઈએમટી ડોક્ટરે તેને સ્થળ પર જ મૃત જાહેર કરી હતી. પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
મૃતક છાત્રા ત્રણ બહેન અને બે ભાઈમાં બીજા નંબરની હતી. તેના પિતા પરસોત્તમભાઈ મજૂરી કામ કરે છે. તેણીની બે વર્ષ પહેલા સગાઈ હતી. મંગેતર સાથે કોઈ કારણે મતભેદ થયો? કોઈ પારિવારિક વાતની સમસ્યા હતી? કે પછી અન્ય કોઈ કારણ? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

વિચરતી જાતિના 425 પરિવારો પ્લોટ વિહોણા:ઝૂંપડપટ્ટી-પતરાની આડશ બાંધી કરે છે વસવાટ; પડધરી-જસદણમાં જાતિના દાખલા પણ મળતા નથી

Team News Updates

સેવાકીય પ્રવૃત્તિ બેસણામાં:ચણની ડીશ, કુંડા,પક્ષીના માળા, પુત્રના બેસણામાં પરિવારે પુત્રને સાચી શ્રદ્ધાંજલિ આપી

Team News Updates

રંગીલા રાજકોટમાં એક્વા યોગા:3 સ્વિમિંગ પૂલમાં રાજકોટિયન 200 મહિલાઓએ યોગ કર્યા, 8 વર્ષથી માંડી 75 વર્ષના વૃદ્ધા જોડાયા

Team News Updates