News Updates
SURAT

 SURAT:પહેલીવાર સુરતમાં 47 વર્ષમાં રાણવ સાથે કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું પણ દહન થશે,40 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું બનાવે છે

Spread the love

સુરતમાં દશેરાને લઈને રાવણના પુતળાદહનની તૈયારી શરૂ થઈ ગઈ છે. જે માટે છેલ્લા 40 વર્ષથી ઉત્તરપ્રદેશથી આવેલ પંદર જેટલા મુસ્લિમ કારીગરોએ સુરત આવીને રાવણનું પૂતળું બનાવે છે. ત્રણ પેઢીથી મથુરાથી આવીને મુસ્લિમ કારીગરો દર વર્ષે રાવણના પૂતળા બનાવતા હોય છે. પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામા આવશે. જ્યાં રાવણનું આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જો કે, આ વખતે પ્રથમવાર રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન થશે અને આ પૂતળા તૈયાર કરનાર મુસ્લિમ યુવકો છે. સુરતમાં ભાઈચારાનો ઉત્તમ ઉદાહરણ આ મુસ્લિમ યુવાનો પોતાની નિષ્ઠાના માધ્યમથી આપી રહ્યા છે.

સુરતમાં દશેરાને લઈને રાવણના પુતળાદહનની તૈયારી શરૂ થઈ ગઈ છે. જે માટે છેલ્લા 40 વર્ષથી ઉત્તરપ્રદેશથી આવેલ પંદર જેટલા મુસ્લિમ કારીગરોએ સુરત આવીને રાવણનું પૂતળું બનાવે છે. ત્રણ પેઢીથી મથુરાથી આવીને મુસ્લિમ કારીગરો દર વર્ષે રાવણના પૂતળા બનાવતા હોય છે. પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામા આવશે. જ્યાં રાવણનું આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જો કે, આ વખતે પ્રથમવાર રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન થશે અને આ પૂતળા તૈયાર કરનાર મુસ્લિમ યુવકો છે. સુરતમાં ભાઈચારાનો ઉત્તમ ઉદાહરણ આ મુસ્લિમ યુવાનો પોતાની નિષ્ઠાના માધ્યમથી આપી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના મથુરાથી છેલ્લા 40 વર્ષથી સુરતની ધરતી પર 15થી વધુ મુસ્લિમ કારીગરો આવીને દશેરા માટે રાવણનું પૂતળું બનાવે છે. હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોઈપણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી દશેરા અગાઉ રાવણના પૂતળા બનાવવાની તૈયારી કરે છે. તેમનો આ ઉમદા પ્રયાસ સમાજ માટે પણ એક ભાઈચારાનો સંદેશ પાઠવી રહ્યો છે. હાલ નવલી નવરાત્રિની રંગત જામી છે. ત્રણ દીવસ બાદ નવરાત્રિના પડઘમ શાંત પડી જશે. બાદમાં શહેરના વીઆઈપી રોડ સ્થિત રામલીલા કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવશે. આ માટે રામલીલા મંડળ દ્વારા 65 ફૂટ ઊંચુ રાવણનું પૂતળું ઓર્ડરથી બનાવડાવવામાં આવ્યું છે.

વિશાળ રાવણનું પૂતળું તૈયાર કરનાર મુસ્લિમ સમાજના કારીગરોના જણાવ્યાનુસાર તેઓ હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોઈ ભેદ નથી રાખતા. આ પુતળું તૈયાર કરવામા અલગ અલગ કારીગરો કામે લાગ્યા છે. જ્યાં 40 દિવસની મહેનત બાદ આ વિશાળ રાવણનું પૂતળું તૈયાર કરવામા આવી રહ્યું છે. 40 વર્ષથી તેઓ ઓર્ડર પ્રમાણે રાવણના પૂતળા તૈયાર કરે છે. પોતાનો ધર્મ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ રાખવો તે યોગ્ય નથી માનવામાં આવતું. જેથી કોઈપણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી આ રાવણના પૂતળા તૈયાર કરતા આવ્યા છે. હાલ રાવણના પૂતળાનું મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 40 દિવસ દરમિયાન જે મહેનત આ કારીગરો કરે છે તેના કારણે તેમના પરિવારને ભરણપોષણ માટે આવકનું સારું સાધન મળી જાય છે. ત્યારબાદ તેઓ મથુરા જઈને પેઇન્ટિંગ અને નાના મોટા મજૂરી કામ કરતા હોય છે.

દશેરાના દિવસે સુરતના વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં અસુરી શક્તિના પ્રતિક રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદભૂત આયોજન કરવામાં આવ્યું છે. મેદાનમાં રાવણના 65 ફૂટ ઊંચા પૂતળાની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અદભૂત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે. રાવણનું પૂતળું બનાવવા પાછળ કાગળની લાઈ, વાંસ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે આતશબાજી માટે સુતળી બોમ્બ, કોઠી સહિત આતશબાજી ફટાકડા પૂતળામાં ફિટ કરવામાં આવશે.

રાવણ બનાવનાર અશફાક કુરેશીએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી અમે મથુરાથી સુરત રાવણ બનાવવા માટે આવીએ છીએ. સુરત આદર્શ રામલીલા કમિટી અમને અહીં રાવણ બનાવવા માટે બોલાવે છે. 40 દિવસમાં આ રાવણ બનાવીને અમે તૈયાર કરીએ છીએ. રાવણ બનાવતી વખતે અમે બહુ ધ્યાન આપીએ છીએ. કારણ કે, સ્ટેપ બાય સ્ટેપ તેમાં પ્રોસેસ થાય છે અને ત્યારપછી આતશબાજી શરૂ થાય છે. રાવણ બનાવવા માટેની જે પણ સામગ્રી હોય છે તે અમે સુરતથી જ ખરીદીએ છીએ. લગભગ એક કલાક સુધી કાર્યક્રમ ચાલે છે અને લોકોને આતશબાજી પણ જોવા મળે છે. અમે 15 જેટલા લોકો મથુરાથી આવીએ છીએ અને 40 દિવસમાં અમે રાવણ બનાવીને તૈયાર કરી દઈએ છીએ. ધાર્મિક કામ માટે અમે સુરત આવીએ છીએ અને ત્યારપછી પોતાના વતન ચાલ્યા જઈએ છીએ. ત્યાં જઈને અમે નાના મોટા કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ. 65 ફૂટના રાવણ સાથે અમે અન્ય પાંચ જેટલા મોટા રાવણ બનાવીએ છીએ.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દશેરા અમારા માટે પ્રાણોથી પણ વધારે મહત્વ ધરાવે છે. એની કોઈ તુલના ન થઈ શકે. કારણ કે, એના જ કારણે અમારું ભરણ પોષણ થાય છે. એક મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. રાત્રે 10થી 12 વાગ્યા સુધી અમે કામ કરીએ છીએ. કોઈપણ પ્રકારની હેરાનગતિ થતી નથી. કમિટીના લોકો અમારી કાળજી લેતા હોય છે. અમારી વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ નથી. લોકો અમારાથી કોઈપણ પ્રકારનું અંતર રાખતા નથી. કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેઓ દૂર કરે છે. રામ ઉપર અમારું ધ્યાન હોય છે. કારણ કે, જ્યાં સુધી તેઓ દહન નહીં કરે ત્યાં સુધી અમારું કામ પૂર્ણ થતું નથી.


Spread the love

Related posts

SURAT:6 વર્ષની બાળકી સાથે દુકાનદારે કર્યો અડપલા,ઉધનામાં સામાન ખરીદવા ગયેલી

Team News Updates

સુરતમાં મોટી દુર્ઘટના ટળી:ઓલપાડ રોડ પર સિટી બસનો ડ્રાયવર નશામાં બસ ચલાવતા પલટી મારી, લોકોએ ડ્રાયવર-કંડકટરને ખેતરમાંથી શોધીને ધુલાઈ કરી

Team News Updates

65 વર્ષના મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યું સુરતમાં 5 વર્ષની બાળકી પર;જેને દાદા કહેતી તેણે જ પીંખી નાખી,લોહી નીકળતા પરિવાર હોસ્પિટલ લઈ ગયો ને ભાંડો ફૂટ્યો

Team News Updates