News Updates
BUSINESS

ચાંદીમાં રોકાણ ફાયદાકારક બની શકે છે:સિલ્વર ETF દ્વારા 100 રૂપિયાથી પણ ઓછું રોકાણ કરવાનું શરૂ કરી શકો છો

Spread the love

સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે સિલ્વર ETF રોકાણકારોને પસંદ આવવા લાગ્યું છે. માર્ચ 2023 સુધીમાં, તેમનો એસેટ બેઝ વધીને લગભગ રૂ. 1,800 કરોડ થઈ ગયો છે. સેબીએ લગભગ દોઢ વર્ષ પહેલા સિલ્વર ETF લોન્ચ કર્યું હતું. આના દ્વારા તમે શેરની જેમ જ ચાંદીમાં પણ રોકાણ કરી શકો છો. આજે અમે તમને સિલ્વર ETF વિશે જણાવી રહ્યા છીએ.

સૌ પ્રથમ એ સમજો કે ETF શું છે?
ચાંદીને શેરની જેમ ખરીદવાની સુવિધાને સિલ્વર ETF કહેવામાં આવે છે. આ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ છે, જે સ્ટોક એક્સચેન્જમાં ખરીદી અને વેચી શકાય છે. સિલ્વર ETFનો બેન્ચમાર્ક સ્પોટ સિલ્વર ભાવ હોવાથી, તમે તેને ચાંદીની વાસ્તવિક કિંમતની નજીક ખરીદી શકો છો.

સિલ્વર ઇટીએફમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે

  • તમે ઓછી માત્રામાં ચાંદી પણ ખરીદી શકો છો: ETF દ્વારા ચાંદીના યુનિટમાં ખરીદી શકાય છે. આનાથી ઓછી માત્રામાં અથવા SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા ચાંદી ખરીદવાનું સરળ બને છે. સિલ્વર ETFના 1 યુનિટની કિંમત હવે રૂ.100થી ઓછી છે. એટલે કે, તમે તેમાં 100 રૂપિયાથી પણ ઓછામાં રોકાણ શરૂ કરી શકો છો.
  • ચાંદી સુરક્ષિત રહે છે: ડીમેટ ખાતામાં ઈલેક્ટ્રોનિક ચાંદી રાખવામાં આવે છે જેમાં ફક્ત વાર્ષિક ડીમેટ ચાર્જ ભરવાનો હોય છે. તેમજ ચોરીનો ભય રહેતો નથી. બીજી બાજુ, ફિડિકલ ચાંદીમાં ચોરીના ભય ઉપરાંત, તેની સુરક્ષા પર ખર્ચ કરવો પડે છે.
  • વેપારની સરળતા: સિલ્વર ઇટીએફ કોઈપણ મુશ્કેલી વિના તરત જ ખરીદી અને વેચી શકાય છે. એટલે કે, જ્યારે તમને પૈસાની જરૂર હોય, ત્યારે તમે ઇચ્છો ત્યારે તેને વેચી શકો છો.

સિલ્વર ETFમાં શા માટે રોકાણ કરવું જોઈએ?
ચાંદી પ્રભાવશાળી બુલિયન બની રહી છે. નિષ્ણાતોના મતે જ્યારે પણ અર્થવ્યવસ્થા મજબૂત થશે ત્યારે ચાંદીની માંગ વધવા લાગશે.” આનો અર્થ એ પણ થાય છે કે વધતા જતા ફુગાવાના સમયમાં સોના કરતાં ચાંદીની કિંમત વધુ વધશે. આવી સ્થિતિમાં મોંઘવારી સામે હેજિંગ ટૂલ તરીકે ચાંદી વધુ સારી સાબિત થશે.

સિલ્વર ETFમાં કેવી રીતે રોકાણ કરવું? સિલ્વર ETF ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. આમાં, તમે NSE અથવા BSE પર ઉપલબ્ધ સિલ્વર ETFના યુનિટ ખરીદી શકો છો અને સમકક્ષ રકમ તમારા ડીમેટ ખાતા સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કાપવામાં આવશે. તમે Groww, Upstox અને Paytm જેવી એપ્સ દ્વારા ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો. આ પછી, તમે તમારી પસંદનું સિલ્વર ETF પસંદ કરી શકો છો.

ચાંદી 90 હજાર સુધી જઈ શકે છે
કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાના અનુમાન મુજબ, આ વર્ષે ચાંદી રૂ. 90,000/કિલો સુધી જઈ શકે છે. ઔદ્યોગિક માંગમાં વધારો અને સોનાના ઊંચા ભાવને કારણે ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. સિલ્વર ETF આવવાથી ચાંદીમાં રોકાણના વિકલ્પોમાં વધારો થવાની પણ અસર છે.


Spread the love

Related posts

રિલાયન્સ રિટેલની આવક વધી, કંપનીએ ખોલ્યા 471 નવા સ્ટોર

Team News Updates

અદાણી ગ્રુપનું પાવર સેક્ટરમાં વર્ચસ્વ વધ્યું, રૂપિયા 4100 કરોડમાં આ કંપની હસ્તગત કરશે

Team News Updates

એમેઝોનના ફાઉન્ડર બેઝોસે નવી યોટ પર સગાઈ કરી:4000 કરોડથી વધુની કિંમત, તેના ફ્રન્ટમાં ગર્લફ્રેન્ડ સાંચેજની પ્રતિમા લગાવી

Team News Updates