સુરત માંથી વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું

0
296

હાલમાં સુરતના નવા કમિશનર અજય તોમર નું આગમન થયું છે. એવામાં પોલીસ વિભાગ ખૂબ સક્રિય રહ્યો છે. એવામાં ક્રાઈમ બ્રાંચે વધુ એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. અગાઉ થોડા દિવસો પહેલા પણ એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું જેમાંથી હજારોની કિંમતના લેપટોપ અને મોબાઈલ જપ્ત કર્યા હતા.

સુરતના પાલનપુર કેનાલ રોડ પર રાજ વર્લ્ડ નામના શોપિંગ સેન્ટર માંથી આ કોલસેન્ટર ઝડપી લેવામાં આવ્યું છે.આ કોલ સેન્ટરમાંથી યુવતીઓ સહિત ૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ કોલ સેન્ટરની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ વેબસાઈટના માધ્યમથી લોભામણી સ્કીમ લોકોને આપતા હતા. લોકોને લોભામણી સ્કીમ આપી ઠગતા હતા. ક્રાઈમ બ્રાંચે આ કોલ સેન્ટરનો ભાંડા ફોડ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here