ગુજરાતના રાજકોટમાં ફરી એક વાર ચોંકાવનારી ઘટના બની છે. શહેરના ગુંદાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ એક પરિવાર દ્વારા કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ હતો.
ગુજરાતના રાજકોટમાં ફરી એક વાર ચોંકાવનારી ઘટના બની છે. શહેરના ગુંદાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ એક પરિવાર દ્વારા કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ હતો. ગુદાવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારના 7 લોકોએ ઝેરી દવા પીધી હતી. મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યોએ ઉધઈ મારવાની ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં કર્યો હતો.
પરિવારના 7 સભ્યોમાં બાળકો, મહિલા અને વૃદ્ધએ પણ આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઝેરી દવાની અસર થતા તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં તેમની તાત્કાલિક ધોરણે સારવાર હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બેંકની બાકી લોન મામલે હેરાનગતિ થતી હોવાના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
બીજી તરફ રાજકોટ સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. મુંબઈના 4 શખ્સોએ પોણા 3 કરોડની છેતરપિંડી આચરી હતી. દાગીના બનાવડાવીને શખ્સોએ રૂપિયા ચૂકવ્યા ન હતા. રૂપિયા ફસાઇ જતા પરિવારે આપઘાતનો નિર્ણય કર્યો હતો. જેના પગલે ઉધઈ મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર હેઠળના તમામની તબિયત સ્થિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોની પરિવાર સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. ઓર્ડર મુજબ દાગીના બનાવીને જીવન ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યુ છે.