ગોંડલ તાલુકાના વાસાવડ ગામે શાકભાજીની દુકાન ધરાશાયી થઇ, એક મહિલાને ઇજા

0
288

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે મેઇન બજારમાં આવેલ ભગુભાઈ ટપુભાઈ પરમારની જુનવાણી દુકાન બપોરના એક વાગ્યે એકાએક ધરાશાય થઈ જતા બૂમાબૂમ મચી જવા પામી હતી આ વેળાએ કુસુમબેન ઓસ્માણભાઈ ઉંમર વર્ષ 65 ત્યાંથી પસાર થઈ રહ્યા હોય પગમાં ઇજા થતા ગામના સરપંચ બકુલભાઈ જયસ્વાલ સહિતનાઓ દોડી ગયા હતા અને ૧૦૮ મારફત વૃદ્ધાને ગોંડલ સરકારી દવાખાને ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

આ તકે સરપંચ બકુલભાઈ જયસ્વાલે જણાવ્યું હતું કે ભગુભાઈ ની શાકભાજીની દુકાન ખૂબ જુનવાણી હોય તાજેતરમાં વાસાવાડા માં ભારે વરસાદ પડતાં જર્જરિત બની હતી સદ્નસીબે બપોરે એક વાગ્યે દુકાન બંધ હોય અને મેઇન બજારમાં પણ માણસોની અવરજવર ઓછી હોય કોઈ જાનહાની થવા પામી ન હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here