ફેસબુકે પાકિસ્તાનના નકલી એકાઉન્ટ્સ, પેજ અને ગૃપ્સને કર્યા સસ્પેન્ડ

0
118

ફેસબુકે 31 ઓગસ્ટના દિવસે 103 પેજ, 78 ગૃપ્સ, 453 એકાઉન્ટ્સ અને 107 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી નાખ્યા છે. સંગઠિત રીતે ગેરકાનૂની કામને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ફેસબુકે પોતાની રિપોર્ટમાં આ નેટવર્ક પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનુ કહ્યુ હતુ.

ફેસબુકે આ નેટવર્કની માહિતી સ્ટૈનફોર્ડ ઈન્ટરનેટ ઓબ્ઝર્વેટરી (SIO) સાથે શેર કરી હતી. SIO નું કહેવું છે કે તપાસમાં જાણવા મળ્યુ છે કે આ નેટવર્ક મોટા પાયે એવા એકાઉન્ટ્સને રિપોર્ટ કરવાનું કામ કરે છે જે ઈસ્લામ અને પાકિસ્તાન સરકારની હિમાયત કરે છે. આ એકાઉન્ટ્સનાં ટાર્ગેટ મોટેભાગે ભારત સરકાર અને વડાપ્રધાન મોદી રહ્યા છે.

જે એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યાં એવી લિંક શેર કરવામાં આવતી હતી જ્યાં સીધા કોઈ એકાઉન્ટ કે ફોટોને રિપોર્ટ કરવા પેજ પર રિડાયરેક્ટ કરવામાં આવતુ હતુ. અમુક એકાઉન્ટ એવા પણ જે માત્ર બીજાનું અપમાન કરવા ખોટા નામ સાથે બનાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here