News Updates
NATIONAL

હળવદના નાના એવા કેદારીયા ગામના ચંદુભાઇ સિહોરાને ભાજપે સુરેન્‍દ્રનગર બેઠકની ટિકીટ આપતા સર્વત્ર ઉત્‍સાહ

Spread the love

હળવદ તા.૨૬: આગામી તા.૭મી મે ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ  વધુ છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં સુરેન્‍દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે હળવદના નાના એવા કેદારીયા ગામે રહેતા ચંદુભાઈ સિંહોરાનું નામ જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે, ચંદુભાઈ અગાઉ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહી ચૂકયા છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભાજપ દ્વારા  વધુ છ ઉમેદવારોના નામની જાહેરાત થઈ હતી.  જે થી ભાજપ કાર્યકરો ની જે મુંજવણ હતી કે કોણ ઉમેદવાર હશે તે દૂર થઈ હતી.  જેમાં ઠાકોર જ્ઞાતિના પ્રભુત્‍વવાળી સુરેન્‍દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે સરળ સ્‍વભાવના અને આજના દિવસે પણ હળવદ તાલુકાના નાના એવા કેદારીયા ગામમા રહેતા ચંદુભાઈ સિહોરા ના નામની જાહેરાત કરી છે, નોંધનીય છે કે, ચંદુભાઈ  મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂકયા છે. હવે સામાં પક્ષે કોંગ્રેસ દ્વારા કયા ઉમેદવાર નું નામ જાહેર થાય છે તેના પર લોકો ની નજર મંડાઈ  છે.


Spread the love

Related posts

રાજકોટના મોજ ડેમમાં નવા નીરની થઇ આવક, ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા

Team News Updates

હું કોંગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદી જઈશ:કોંગ્રેસની ઓફર પર ગડકરીએ જવાબ આપતા કહ્યું હતું- મને ભાજપની વિચારધારામાં પૂરો વિશ્વાસ છે

Team News Updates

પંજાબમાં AAPના ધારાસભ્યને ત્યાં EDના દરોડા:મોહાલી, અમૃતસર-જલંધરમાં ઘરે-ઓફિસે સર્ચ; ડ્રગ્સ કેસમાં મની લોન્ડરિંગ અને દારૂ કૌભાંડ મામલે રેડ

Team News Updates