News Updates
NATIONAL

રાજકોટના મોજ ડેમમાં નવા નીરની થઇ આવક, ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા

Spread the love

ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદે બીજા રાઉન્ડમાં પણ ધમાકેદાર એન્ટ્રી મારી છે. મોજ ડેમમાં નવા નીરની આવક થતા સતત ત્રીજી વખત ઓવરફ્લો (overflow) થઇ ગયો છે. ડેમ છલોછલ થઇ જતા તેના 2 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે

રાજકોટના ઉપલેટામાં ગત સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે મોજ ડેમમાં (Moj Dam) નવા નીરની આવક થઇ છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદે બીજા રાઉન્ડમાં પણ ધમાકેદાર એન્ટ્રી મારી છે.

મોજ ડેમમાં નવા નીરની આવક થતા સતત ત્રીજી વખત ઓવરફ્લો (overflow) થઇ ગયો છે. ડેમ છલોછલ થઇ જતા તેના 2 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમનું પાણી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેથી ડેમના આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યુ છે.


Spread the love

Related posts

આ અવકાશના હવામાન વિશે માહિતી આપશે, આજે રાત્રે સ્પેસક્રાફ્ટ L1 પોઇન્ટ તરફ આગળ વધશે

Team News Updates

ભારતીય રેલવેમાં નીકળી વેકેન્સી:31 મે સુધી અરજી કરો, 1.60 લાખ સુધીનો પગાર મળશે

Team News Updates

મહાદેવ સટ્ટાબાજી એપના માલિક રવિ ઉપ્પલની UAEમાં ધરપકડ:ટૂંક સમયમાં ભારતમાં લાવવાની તૈયારી; ED મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહી છે

Team News Updates