News Updates
NATIONAL

ટ્વિટરને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો:કોર્ટે કહ્યુ-ટ્વિટર કોઈ ખેડૂત નથી, કરોડો ડોલરની કંપની છે; તેને નિયમોની જાણકારી હોવી જોઈએ, કોર્ટે ટ્વિટરની અરજી ફગાવી

Spread the love

કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્રના આદેશ વિરુદ્ધ ટ્વિટરની અરજીને ફગાવી દીધી હતી. ટ્વિટરે કેટલાક લોકોના એકાઉન્ટ, ટ્વીટ અને URL ને બ્લોક કરવાના કેન્દ્ર સરકારના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો.

સુનાવણી દરમિયાન જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતે કહ્યું કે ટ્વિટરે સરકારના આદેશનું પાલન કરવું જોઈતું હતું. કોર્ટે કેન્દ્રના આદેશને ન માનવા બદલ ટ્વિટર પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે ટ્વિટર કોઈ ખેડૂત નથી, પરંતુ એક અબજ ડોલરની કંપની છે, તેને નિયમોની જાણકારી હોવી જોઈએ.

હાઈકોર્ટની 5 ટિપ્પણી, દંડ સહિત શરત પણ

1. દંડ 45 દિવસમાં ભરવાનો રહેશે. જો ન ભરાય તો આ સમયગાળા પછી દરરોજ વધુ 5 હજાર આપવા પડશે. 2. તેનું કારણ પણ કોર્ટને ન જણાવ્યું નથી કે ટ્વીટ બ્લોક કરવાના કેન્દ્રના આદેશને કેમ ન માન્યો. 3. તમે અબજોપતિ કંપની છો, ખેડૂત કે સામાન્ય માણસ નથી, જેને કાયદાની ખબર ન હોય. 4. અમે સરકારના સ્ટેન્ડ સાથે સંમત છીએ કે તેની પાસે માત્ર ટ્વીટ જ નહીં પણ એકાઉન્ટ્સ પણ બ્લોક કરવાની સત્તા છે. 5. તમે કોના ટ્વીટને બ્લોક કરી રહ્યા છો તેનું કારણ જણાવો. તેમજ આ પ્રતિબંધ અમુક સમય માટે હોય કે અનિશ્ચિત સમય માટે.

ટ્વિટરની અરજી પર કેન્દ્ર સરકારે શું કહ્યું?
કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું- ટ્વિટર તેના યુઝર્સ વતી વાત કરી શકે નહીં. આ કિસ્સામાં, તેને કોર્ટમાં અપીલ દાખલ કરવાનો કોઈ અધિકાર નથી. ટ્વીટ બ્લોક કરવાનો આદેશ વિવેક વગર કે એકપક્ષીય રીતે લેવામાં આવ્યો ન હતો. રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને, ટ્વિટરને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે લિંચિંગ અને ટોળાની હિંસાની ઘટનાઓને રોકી શકાશે.

ટ્વિટર એ વિદેશી કંપની છે અને તે સમાનતા અને વાણી સ્વાતંત્ર્યના અધિકારોના આધારે અપીલ દાખલ કરી શકતી નથી.

જાણો શું છે સમગ્ર મામલો…

  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેબ્રુઆરી 2021 અને 2022 ની વચ્ચે કેન્દ્ર સરકારે ટ્વિટરને ખેડૂત આંદોલન અને કોરોના વાયરસથી સંબંધિત કેટલાક એકાઉન્ટ્સ, ટ્વિટ્સ અને URL ને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
  • ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ગયા વર્ષે જૂનમાં ટ્વિટરને નોટિસ મોકલી હતી કે કેન્દ્ર સરકારના આદેશનું પાલન ન કરવા બદલ કંપની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
  • ટ્વિટરે તેની સામે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. 26 જુલાઈ, 2022ના રોજ, જસ્ટિસ કૃષ્ણા સિંહાની સિંગલ જજની બેન્ચે પહેલીવાર તેની સુનાવણી કરી. આ પછી કેન્દ્ર સરકાર અને ટ્વિટર બંનેએ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
  • હાઈકોર્ટે આ વર્ષે 21 એપ્રિલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 30મી જૂને ચુકાદો સંભળાવ્યો હતો અને 45 દિવસમાં દંડ જમા કરાવવા જણાવ્યું હતું.

ટ્વિટરે કહ્યું- એકાઉન્ટ બ્લોક કરવાનું કારણ જણાવવું પડશે
ટ્વિટરે કોર્ટને કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવા માટે સામાન્ય આદેશ જારી કરવાનો અધિકાર નથી. આ માટે, સરકારે એકાઉન્ટ બ્લોક કરવાનું કારણ જણાવવું પડ્યું, જેથી કંપની યુઝરને કહી શકે કે તેનું એકાઉન્ટ શા માટે બ્લોક કરવામાં આવ્યું છે.

જ્યારે, સરકારે કહ્યું કે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને, ટ્વિટરને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેથી લિંચિંગ અને ટોળાની હિંસાની ઘટનાઓને રોકી શકાય.

કોર્ટે કહ્યું- સજા જાણવા છતાં આદેશનું પાલન ન કર્યું
ચુકાદો આપતાં કોર્ટે કહ્યું- ટ્વિટરને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ટ્વિટરે તેને ફોલો નથી કર્યું. આદેશનું પાલન કરવામાં નિષ્ફળતા પર 7 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. આ જાણીને પણ આદેશનું પાલન કરવામાં આવ્યું ન હતું. આદેશનું પાલન કરવામાં વિલંબ થવા પાછળનું કારણ પણ આપવામાં આવ્યું નથી. આ પછી ટ્વિટર અચાનક કોર્ટમાં આવી ગયું.


Spread the love

Related posts

VOTING TIME: કેમ શાહી લગાવવામાં આવે છે મતદાન કર્યા બાદ આંગળી પર,આ શાહી કેમ જલ્દી દુર થતી નથી

Team News Updates

ખોડલધામની સુવાસ ભારતમાં/ મધ્યપ્રદેશનાં ભોપાલ નજીક માં ખોડિયારનાં ભવ્ય મંદિરનો શીલાન્યાસ થયો

Team News Updates

મહારાષ્ટ્રમાં ટ્રક હોટલમાં ઘૂસી, 10નાં મોત:બ્રેક ફેઇલ થયા બાદ પહેલા કારને ટક્કર મારી, પછી હોટલમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા, 28 ઘાયલ થયા

Team News Updates