રાજકોટ જિલ્લા કલેક્ટર ની સુચના મુજબ તથા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ના માર્ગદર્શન હેઠળ દરેક કારખાનામાં કામ કરતાં કામદારોનું સ્કેનિંગ અને કોરોના ટેસ્ટ કરવાની સૂચના કરવામાં આવી છે તે મુજબ આજ રોજ ગોમટા ઘડિયાળ ના કારખાનામાં કામ કરતા અઢીસો જેટલા કર્મચારીઓ ના કોરોના સ્કેનિંગ ટેસ્ટ કરવામાં આવ્યો જે પૈકી 50 કર્મચારીઓ નો કાર્ડ ટેસ્ટ કરવામાં આવ્યો જે પૈકી ત્રણ કર્મચારીઓ નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે આ કામગીરી દરમિયાન ગોંડલ મામલતદાર ભરતસિંહ ચુડાસમા, તાલુકા વિકાસ અધિકારી જગદીશસિંહ ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસર ગોયલ ,ગોમટા પીએચસીના ડોક્ટર યશપાલ સિંહ રાઠોડ તથા તેમની ટીમ હાજર રહી હતી અને કારખાનાના માલિક રજનીભાઇ ભાણવડીયા વગેરે હાજર રહ્યા હતા અને જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી