News Updates
NATIONAL

પત્ની પર નજર રાખવા CCTV લગાવ્યાં:પતિના અનેક સ્ત્રી સાથે લફરાંનું કહેતા સાસુએ કહ્યું- આજના જમાનામાં આ નોર્મલ છે, પરિણીતાને દીકરી સાથે ઘરમાંથી કાઢી મુકી

Spread the love

લગ્નબાદ પતિ અને પત્નીના લગ્નેત્તર સંબંધો કે લફરાંને લીધે અનેક વખત સંસાર વિખેરાયાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સમાજની રીત રિવાજ પ્રમાણે લગ્ન થયા બાદ સાસરિયાઓએ દહેજની માગ કરીને પરિણીતાને શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ પરિણીતાને તેના પતિના લફરાની જાણ થતાં તેણે સાસુ-સસરાને ફરિયાદ કરી હતી. ત્યારે સાસુએ તેને કહ્યું હતું કે, આજના જમાનામાં આ બધુ નોર્મલ છે. ત્યાર બાદ પતિએ તેને મારઝૂડ કરીને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ પરિણીતાએ પતિના ત્રાસથી પિયરમાં રહેવાનું શરૂ કર્યું હતું. તે બાદ પણ હેરાન કરતા આખરે તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લફરાંની જાણ સાસુ- સસરાને કરતા ઢોરમાર માર્યો
આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ, અમદાવાદના ગુરૂકુળ વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન તેની પાસેની જ સોસાયટીમાં સમાજના રીતરિવાજ પ્રમાણે થયા હતાં. લગ્નના છ એક મહિના સુધી તેના સાસુ-સસરાએ સારી રીતે રાખી હતી અને બાદમાં તેના કામમાં મહેણાં ટોણાં મારીને તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેના પતિએ પણ રાતની નોકરી પસંદ કરતાં તે ઘરમાં અજંપો અનુભવતી હતી. એક વખત તેના પતિના ફોનમાં અન્ય સ્ત્રીઓ સાથેની વાતચીત ખબર પડતાં તેણે સાસુ-સસરાને જાણ કરી હતી. ત્યારે સાસુએ કહ્યું હતું કે, આ બઘુ તો નોર્મલ છે, આ સાથે તેના પતિએ તેને મારમાર્યો હતો.

કબાટ ખોલતા અન્ય છોકરીઓના ફોટા નીકળ્યા
પરિણીતા સગર્ભા થઈ ત્યારે પણ તેના પતિના અન્ય સ્ત્રીઓ સાથે લફરા ચાલુ હતાં. ત્યાર બાદ દીકરીનો જન્મ થતાં તેના પતિએ પ્રોમિસ આપી હતી કે, આજ પછી તે કોઈ લફરાં નહીં કરે અને બંનેની જવાબદારીનું ધ્યાન રાખશે. ત્યાર બાદ તેના પતિને પુનામાં નોકરી મળી હતી, પરંતુ દીકરી નાની હોવાથી પરિણીતાએ તેને પુના જવાની ના પાડી હતી. ત્યાર બાદ પતિએ ઝગડો કર્યો હતો. પણ પછી પુના સ્થાઈ થયા પછી દીકરી અને પત્નીને સાથે લઈ જવાનું કહેતા પત્ની માની ગઈ હતી. જ્યારે પત્ની પુના રહેવા ગઈ ત્યારે કબાટમાંથી અન્ય છોકરીઓના ફોટા નીકળ્યા હતાં. ત્યાં પતિએ ધમકી આપી હતી કે, જો આ બાબતે અહીં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ.

પત્નીની હલચલ પર નજર રાખવા સાસરીમાં CCTV લગાવ્યાં
ત્યાર બાદ હૈદરાબાદમાં નોકરી મળતાં પતિએ પત્નીને હૈદરાબાદ રહેવા લઈ ગયો હતો. જ્યાં ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતાં. ત્યાં પણ તકરાર કરવા લાગતાં પરિણીતા સાસરીમાં રહેવા આવી ગઈ હતી. તેણે પત્નીની હલચલ પર નજર રાખવા સાસરીમાં પણ સીસીટીવી કેમેરા લગાવી દીધા હતાં. સાસરિયાઓએ તેના દાગીના અને સ્ત્રીધન પણ પડાવી લીધું હતું. તેમજ લંડનમાં રહેતી નણંદે પાંચ લાખ રૂપિયા લીધેલા જે પાછા આપ્યા નહોતા. આમ કંટાળેલી પરિણીતા તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી. તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.


Spread the love

Related posts

નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી:વડોદરા નજીક વોક્સવેગન કાર ભડકે બળી, યુવક-યુવતીનો બચાવ, ભીષણ આગ સમયે બાજુમાંથી જ ઈન્ડિયન ઓઈલનું ટેન્કર પસાર થયું

Team News Updates

યુપીની સરકારી સ્કૂલમાં 13 છોકરીનું યૌનશોષણ:કોમ્પ્યુટર શિક્ષક બેડ ટચ કરતો હતો, બાથરૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી, 3 સામે ફરિયાદ

Team News Updates

રાજસ્થાનના હનુમાનગઢમાં એરફોર્સનું MiG-21 ક્રેશ:ફાઈટર જેટ ઘર ઉપર પડ્યું; 2 મહિલાના મોત, પાયલટ સુરક્ષિત

Team News Updates