News Updates
NATIONAL

વાપીમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા:પત્ની મંદિરમાં દર્શન કરવા ગયા ને ગાડીમાં બેસેલા ઉપ પ્રમુખ પર ધડાધડ ફાયરિંગ શરૂ થયું, ત્રણ ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત

Spread the love

વાપીના રાતામાં ભાજપના ઉપ પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે પત્ની દર્શન કરતી હતી અને તેઓ નીચે રાહ જોતા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા ચાર શખ્સોએ ઉપ પ્રમુખ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેથી તેઓને ત્રણ ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 


Spread the love

Related posts

 કેટલા જોખમી હોય છે Ready to Eat Food હેલ્થ માટે?જાણો

Team News Updates

આજે આંધ્રપ્રદેશમાં વાવાઝોડું મિચોંગ ટકરાશે:110 KM પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, 8 જિલ્લામાં રેડ એલર્ટ; ચેન્નાઈમાં 8નાં મોત

Team News Updates

ભારતની વધી તાકાત, સેનાને મળ્યુ ‘બાહુબલી’ C295, જાણો તેની ખાસિયતો

Team News Updates